Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના બેરણામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:આંગણવાડી અને ધો.9માં કુલ 92 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

    20 hours ago

    હિંમતનગર તાલુકાના બેરણા ગામે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. સોમવારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં બેરણા પ્રાથમિક શાળા અને નૂતન હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે આંગણવાડી-બાલવાટિકામાં 38 બાળકોને અને ધોરણ 9 માં 54 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. બેરણા ગામે આવેલી ધોરણ 1 થી 8 સુધીની બેરણા પ્રાથમિક શાળા (પીએમ શ્રી ગુજરાત) અને ધોરણ 9 થી 12 સુધીની નૂતન હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પ્રવેશોત્સવનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય, સ્વાગત, પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે મહેમાનોનું સ્વાગત કરાયું હતું. પ્રાથમિક શાળામાં આંગણવાડીના બાળકોને રમકડાં અને બાલવાટિકાના બાળકોને સ્કૂલ બેગ સાથે શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાયો હતો. ત્યારબાદ નૂતન હાઈસ્કૂલમાં ધોરણ 9 માં 54 વિદ્યાર્થીઓને ચોપડા આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રે સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા 23 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 27 વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, પૂર્વ અને વર્તમાન સરપંચ, SMC ના સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચોમાસું મુંબઈ પહોંચ્યું, બે દિવસ બાદ ગુજરાતમાં એન્ટ્રી:અમરેલીમાં ધોધમાર, આજે દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યલો એલર્ટ; માછીમારોને ખાસ ચેતવણી
    Next Article
    સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પોરબંદરનો GRD જવાન ઝડપાયો:લગ્નમાં ઓળખાણ બાદ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી નરાધમે આચર્યું પાપ, આપત્તિજનક ફોટા પાડી બ્લેકમેલિંગ કરતા આરોપી ની પોલીસે ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment