Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:સિદ્ધપુરમાં મતદાન માટે લાઈનો લાગી; 9 વાગ્યા સુધીમાં 8.77 ટકા મતદાન

    15 hours ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, 9 વાગ્યા સુધીમાં 8.77 ટકા મતદાન થયું છે.કુલ 10,66,033 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત, પાટણ, સિદ્ધપુર અને રાધનપુર નગરપાલિકાઓની બેઠકો માટે પણ ભારે ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે, જેમાં દિવ્યાંગ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીના નેતૃત્વમાં સુરક્ષાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સંવેદનશીલ જાહેર કરાયેલા 262 મતદાન મથકો સહિત સમગ્ર વિસ્તારમાં 2,500 થી વધુ સુરક્ષાકર્મીઓ, SRPFની પ્લાટુન, 16 QRT ટીમ અને 77 પોલીસ મોબાઈલ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે 147 બોડી વોર્ન કેમેરા અને વિડિયોગ્રાફી દ્વારા સમગ્ર પ્રક્રિયા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, અને તંત્ર દ્વારા નાગરિકોને નિર્ભય બની વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા:મુખ્યમંત્રી અમદાવાદના શીલજમાં મતદાન કરવા પહોંચ્યા, હર્ષસંઘવી અને પાટીલે સુરતમાં વોટિંગ કર્યું
    Next Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 7થી 9 દરમિયાન જિલ્લાની ચાર નગરપાલિકામાં એકંદર સરેરાશ 5.15% અને જિલ્લા પં.માં 10.45 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment