Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 7થી 9 દરમિયાન જિલ્લાની ચાર નગરપાલિકામાં એકંદર સરેરાશ 5.15% અને જિલ્લા પં.માં 10.45 ટકા મતદાન

    14 hours ago

    ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે કુલ 10.86 લાખ મતદારો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત માટે 110, તાલુકા પંચાયતો માટે 495 અને નગરપાલિકાઓ માટે 345 જેટલા ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 1353 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા-તાલુકા પંચાયતના તથા નગરપાલિકાઓના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે, જેમાં અતિ સંવેદનશીલ મથકો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ મતદાનની સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે આગળ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:સિદ્ધપુરમાં મતદાન માટે લાઈનો લાગી; 9 વાગ્યા સુધીમાં 8.77 ટકા મતદાન
    Next Article
    Voting For Gujarat Local Body Election LIVE | 10 વાગ્યે મતદારોનો મોટો નિર્ણય | BJP | Congress | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment