Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:જિલ્લા પંચાયતમાં સવારે 9 વાગ્યા સુધી 8.10 ટકા મતદાન, 295 બેઠકો પર 838 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે કુલ 10.35 લાખથી વધુ મતદારો જિલ્લા પંચાયતની 34, 8 તાલુકા પંચાયતની 167 અને ત્રણ નગરપાલિકાની 94 બેઠકો સહિત કુલ 295 બેઠકો પર 838 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 107 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતની 167 બેઠકો પર 500 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની પેટાચૂંટણી મળીને કુલ 94 બેઠકો પર 231 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી વિભાગ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત માટે 1210 મતદાન મથકો તેમજ નગરપાલિકા માટે 137 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, આમ કુલ 1347 બૂથ પર મતદાન ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 178 ઝોનલ અધિકારીઓ અને 8,000થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. મતદાન માટે જિલ્લામાં કુલ 1493 કંટ્રોલ યુનિટ (CU) અને 1693 બેલેટ યુનિટ (BU) ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે 1292 CU અને 1292 BU, જ્યારે નગરપાલિકા માટે 201 CU અને 401 BU ઈવીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 10,35,023 મતદારો નોંધાયા છે. તેમાંથી, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 9,17,047 મતદારો છે, જેમાં 4,72,508 પુરુષ, 4,44,529 સ્ત્રી અને 10 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. નગરપાલિકા માટે 1,17,976 મતદારો છે, જેમાં 60,373 પુરુષ, 57,580 સ્ત્રી અને 23 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી સંબંધિત વ્યવસ્થા માટે, તાલુકા અને જિલ્લા પંચાયત માટે 8 ડિસ્પેચિંગ સેન્ટર અને નગરપાલિકા માટે 3 ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત છે. મતગણતરી માટે, તાલુકા અને જિલ્લા પંચાયત માટે 16 સ્ટ્રોંગ રૂમ અને નગરપાલિકા માટે 4 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, આમ કુલ 20 સ્ટ્રોંગ રૂમ છે. મતદાન મથકો પર મતદારોને કોઈ અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઝોનલ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ તમામ સૂચનાઓનું કડક પાલન કરવા માટે ચૂંટણી અધિકારીઓને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ સહિતના 8 તાલુકાઓમાં મતદાન થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:સિદ્ધપુરમાં મતદાન માટે લાઈનો લાગી; ગોળશેરીમાં EVM ખોટવાયું; 9 વાગ્યા સુધીમાં 8.77 ટકા મતદાન
    Next Article
    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ, લાંબી કતારો જોવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment