Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્ધવની પાર્ટી તૂટી, રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં ગાળો આપી:9માંથી 6 સાંસદો બળવાખોર; 4 વર્ષ પહેલાં શિંદે 39 ધારાસભ્યો સાથે અલગ થયા હતા

    17 hours ago

    મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના 9માંથી 6 સાંસદોએ બળવો કર્યો છે. સૂત્રો અનુસાર, છ સાંસદોએ બુધવારે સવારે 9:30 વાગ્યે લોકસભા સ્પીકર ઓમ બિરલાને શિંદે જૂથમાં વિલીન થવા માટે પત્ર મોકલ્યો હતો. જોકે, હજુ સુધી સ્પીકર કે બળવાખોર જૂથ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી. બળવાખોર સાંસદોમાં નાગેશ પાટીલ આષ્ટિકર અને સંજય દીના પાટીલનો સમાવેશ થાય છે. સંજયે બુધવારે સવારે જ પાર્ટી છોડવાના સમાચારોને નકારી કાઢ્યા હતા. આ દરમિયાન દિલ્હીમાં રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બળવાખોર સાંસદોને ગાળો આપી હતી. રાઉતે કહ્યું- આ બેઈમાન લોકો છે. બેઈમાની તેમના લોહીમાં છે. રાઉતે બાદમાં સ્પષ્ટતા કરતા કહ્યું- મરાઠીમાં આવા શબ્દો સામાન્ય બોલચાલનો ભાગ છે. શિવસેનામાં ચાર વર્ષમાં આ બીજી મોટી તૂટ છે. જૂન 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં 39 ધારાસભ્યોએ બળવો કરીને શિવસેનાનું અલગ જૂથ બનાવ્યું હતું. ઉદ્ધવ સાંસદોને મનાવવામાં વ્યસ્ત, 18 જૂને દિલ્હીમાં બેઠક બોલાવી ઉદ્ધવ અને અન્ય પાર્ટીના નેતાઓ તેમના સાંસદો સાથે સતત સંપર્ક કરવાનો અને તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. પાર્ટીએ ગુરુવારે દિલ્હીમાં સંસદીય સમિતિની બેઠક બોલાવી છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, પાર્ટીએ તમામ સાંસદોને વ્હીપ જારી કરીને બેઠકમાં ફરજિયાતપણે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. જે સાંસદો બેઠકમાં હાજર નહીં રહે, પાર્ટી તેમની વિરુદ્ધ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરી શકે છે. ઉદ્ધવ જૂથમાં ભંગાણ સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    G7માં ટ્રમ્પ બોલ્યા- આઈ એમ ધ બોસ:મિટિંગમાં મોડા પહોંચવા પર મજાક કરી હતી, મોદી સાથે મુલાકાત સાંજે 6 વાગ્યે
    Next Article
    બાઇક ચોરી માલિકને ફોન કરી ખંડણી માંગી, CCTV:વરાછામાં 3 ચોર દોઢ મિનિટમાં 2 લાખની સ્પોર્ટ્સ બાઈકને પગથી ધક્કો મારી ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment