Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ડાક વિભાગના આધાર સેવા કેન્દ્રો રવિવારે પણ ખુલ્લા રહેશે:સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે, નામ-સરનામા સુધારાના ₹75, બાયોમેટ્રિકનો ₹125 ચાર્જ થશે

    2 weeks ago

    પાટણ ડાક વિભાગ દ્વારા જનસુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભારતીય ડાક વિભાગના "ડાક સેવા જનસેવાય" સૂત્રને સાર્થક કરવાના પ્રયાસરૂપે, રવિવાર, 31મે, 2026ના રોજ પણ આધાર સેવા કેન્દ્રો કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય પાટણ હેડ પોસ્ટ ઓફિસ, સિદ્ધપુર પોસ્ટ ઓફિસ, ચાણસ્મા પોસ્ટ ઓફિસ અને હારીજ પોસ્ટ ઓફિસ ખાતેના આધાર સેવા કેન્દ્રોને લાગુ પડશે. આ કેન્દ્રો રજાના દિવસે પણ સવારે 09:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી ખુલ્લા રહેશે. માંગને પગલે નિર્ણય લેવાયો જનતાની વધતી માંગ અને વિદ્યાર્થીઓના પ્રવેશ, સરકારી યોજનાઓ, બેંકિંગ, મોબાઈલ સિમ વેરિફિકેશન, શિષ્યવૃત્તિ સહિતની વિવિધ સેવાઓમાં આધાર કાર્ડની વધતી આવશ્યકતાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પનો લાભ નોકરીયાત વર્ગ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વડીલો અને કામકાજના દિવસોમાં સમય ન કાઢી શકતા નાગરિકો સરળતાથી લઈ શકશે. નામ, સરનામું, જન્મ તારીખ સહિતના સુધારા ઉપલબ્ધ આધાર સેવાઓમાં નવા આધાર કાર્ડ માટે નોંધણી, નામ, સરનામું, જન્મ તારીખ વગેરેમાં સુધારા, મોબાઈલ નંબર ઉમેરવા અથવા બદલવા, ઈ-મેઈલ અપડેટ, બાયોમેટ્રિક અપડેટ અને બાળકો માટે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU)નો સમાવેશ થાય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) માન્ય અન્ય તમામ આધાર સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. બાળકોની બાયોમેટ્રિક અપડેટ UIDAIના નિયમો મુજબ, 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકો માટે પ્રથમ મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ અને 15 વર્ષ પૂર્ણ થયા બાદ બીજી મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટકરાવવી ફરજિયાત છે. બાયોમેટ્રિક અપડેટ ન થવાથી લાભ લેવામાં અસર સમયસર બાયોમેટ્રિક અપડેટ ન કરાવવાથી ભવિષ્યમાં આધાર ઓન્થેન્ટિકેશન, DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) લાભ, શાળા પ્રવેશ, સ્કોલરશિપ, બેંકિંગ અને અન્ય સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી, વાલીઓને તેમના બાળકોનું ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સમયસર કરાવવા વિનંતી કરવામાં આવી છે. આધાર સેવાઓ માટેના ચાર્જ UIDAI મુજબ નવા આધાર નોંધણી નિઃશુલ્ક છે, જ્યારે આધાર વિગતોમાં સુધારા માટે ₹75, અને બાયોમેટ્રિક અપડેટ માટે ₹125નો ચાર્જ લાગશે.
    Click here to Read More
    Previous Article
    રેસલર વિનેશ ફોગાટને સુપ્રીમથી રાહત:એશિયન ગેમ્સ માટે ટ્રાયલ આપી શકશે; WFIએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી
    Next Article
    નણંદના પતિનો સંબંધોની આડમાં અનૈતિક ખેલ:શિક્ષિકા ભાભીને ભોગવવા 10 વર્ષ સુધી રચ્યો કારસો, બાથરૂમનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment