Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9 મનપાને સરકારી જમીન ફ્રીમાં મળશે, માલિકી સરકારની જ રહેશે:હેતુ બદલાયો તો પરત લેવાશે, 5 વર્ષ સુધી નિયમોમાં છૂટછાટ; આ 11 પ્રકારની સુવિધા ઊભી કરી શકાશે

    17 hours ago

    ગુજરાતમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસને વેગ આપવા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે આ મહાનગરપાલિકાઓને વિવિધ નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. મહેસૂલ વિભાગે જમીન ફાળવણીના પ્રવર્તમાન નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપતો ઠરાવ કર્યો છે. આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જમીન ખરીદવા પાછળ થનારા કરોડોના સંભવિત ખર્ચમાંથી રાહત મળશે અને વિકાસકાર્યો માટે જમીન મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. અગાઉ સરકારે જાહેરાત કરી હતી, ત્યારે આજે 23 નવેમ્બરે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. એક હેક્ટર સુધીની જમીન માટે પ્રક્રિયા સરળ મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, નિર્ધારિત હેતુઓ માટે એક હેક્ટર સુધીની સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાશે. જોકે, એક હેક્ટરથી વધુ જમીનની જરૂરિયાત હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. જમીન ફાળવણી માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે i-ORA પોર્ટલ મારફતે કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે. ગૌચર જમીન માટે અલગ જોગવાઈ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે ગૌચર જમીનની જરૂર પડે તો ગૌચર નીતિ મુજબ કાર્યવાહી કરવી પડશે. ગૌચર જમીન ફાળવવામાં આવે તેવા કિસ્સામાં તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગૌચર જમીન મેળવવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. જમીન સરકારની માલિકીની જ રહેશે, હેતુ બદલાશે તો પરત લઈ શકાશે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે, પરંતુ તેની માલિકી સરકારની જ રહેશે. ફાળવાયેલી જમીનનો ઉપયોગ માત્ર મંજૂર કરાયેલા જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે. જમીનના ગામ નમૂના નંબર 7માં કબજેદાર તરીકે 'શ્રી સરકાર' અને અન્ય હક્કમાં 'શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ' નોંધવામાં આવશે. જો જમીનનો નિર્ધારિત હેતુ માટે ઉપયોગ નહીં થાય અથવા સરકારને અન્ય જાહેર હેતુ માટે તેની જરૂર પડે તો સરકાર જમીન પરત લઈ શકશે. ઠરાવના અમલ માટે પાંચ વર્ષની સમયમર્યાદા મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ ખાસ છૂટછાટ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન નવરચિત મહાનગરપાલિકાઓ જાહેર સુવિધાઓ માટે જમીન મેળવવાની પ્રક્રિયા આ ખાસ જોગવાઈઓ હેઠળ કરી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને વહીવટી કચેરીઓ, પાણી-ગટર વ્યવસ્થા, અગ્નિશમન સેવા અને સામાજિક સુવિધાઓના વિકાસ માટે જમીન મેળવવામાં સરળતા રહેશે. સાથે જ જમીન ખરીદવા પાછળનો ખર્ચ બચાવીને શહેરોના માળખાકીય વિકાસ માટે નાણાંનો ઉપયોગ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    જિયો વાઈ-ફાઈ બંધની ફરિયાદના અડધા કલાકમાં 67 હજારની સાયબર ઠગાઈ:કસ્ટમર કેરના નામે વાત કરી રિફંડના બહાને વૃદ્ધ પાસે પૈસા ટ્રાન્સફર કરાવ્યા, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    શિવજીએ ભગવાન વિષ્ણુને સૃષ્ટિનો કાર્યભાર સોંપ્યો:ચાંદીની પાલખીમાં ગોપાલ મંદિર પહોંચ્યા મહાકાલ, ઉજ્જૈનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે થયું હરિ-હરનું મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment