Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિયો વાઈ-ફાઈ બંધની ફરિયાદના અડધા કલાકમાં 67 હજારની સાયબર ઠગાઈ:કસ્ટમર કેરના નામે વાત કરી રિફંડના બહાને વૃદ્ધ પાસે પૈસા ટ્રાન્સફર કરાવ્યા, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો

    17 hours ago

    અમદાવાદ શહેરના ​ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાથે જિયો ફાઈબર કસ્ટમર કેરની ખોટી ઓળખ આપીને ₹ 67 હજારની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી. જેમાં વાઇ-ફાઇ ચાલુ કરવાના અને ત્યારબાદ કપાયેલી રકમ રિફંડ આપવાના બહાને અજાણ્યા શખ્સે UPI મારફતે પૈસા પડાવ્યા હતા. આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જિયોનું વાઈ-ફાઈ ફાઈબર બંધ હોવાથી કસ્ટમર કેરમાં ફરિયાદ કરી ​ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે રાજરત્ન રેસિડેન્સીમાં એકલા રહેતા 65 વર્ષીય ગોપાલભાઈ દોલતરાય મોટવાણીના ઘરનું જિયો વાઈ-ફાઈ ફાઇબર 5 નવેમ્બરે બંધ થઈ ગયું હતું. બીજા દિવસે 6 નવેમ્બરે રાત્રે તેમણે કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવી હતી. તેના અડધા કલાક બાદ રાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ જિયો ફાઈબર કસ્ટમર કેરમાંથી વાત કરતો હોવાની ઓળખ આપી નેટ ચેક કરવાના બહાને OTP મેળવી લીધો હતો. ​ કસ્ટર કેરમાંથી વાત કરતો હોવાનું બહાનું આપી પૈસા પડાવ્યા ત્યારબાદ આરોપીએ પેટીએમમાંથી ₹ 5 મોકલવાનું કહી, રકમના ખાનામાં 'OTP 48,502' લખીને UPI આઈડી પર પેમેન્ટ કરવા જણાવ્યું હતું. વૃદ્ધે આ મુજબ કરતા તેમના એક્સિસ બેંકના ખાતામાંથી અજાણ્યા ખાતામાં ₹ 48,502 ટ્રાન્સફર થઈ ગયા હતા. પૈસા કપાયા હોવાનું કહેતા ઠગે આ રકમ રિફંડ કરવાની પ્રોસેસના નામે UPI આઈડી પર વધુ ₹ 18,999 ટ્રાન્સફર કરાવ્યા હતા. એટલે કે ગઠિયાએ ₹ 67,501 કપાયા બાદ પણ ઠગે વધુ પૈસાની માંગણી ચાલુ રાખતા વૃદ્ધને શંકા ગઈ હતી અને તેમણે ફોન કાપી નાખ્યો હતો. ​જે બાદ વૃદ્ધે તેમના મિત્ર ભાવેશ રામચંદાણીને જાણ કરી હતી અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટેક્સટાઇલ ઉદ્યોગની ડ્યુટી મુક્તિ 2032 સુધી લંબાવવા રજૂઆત:દક્ષિણ ગુજરાતની 6.5થી 7 લાખ ટેક્સટાઇલ મશીનરી માટે મહત્વની, આયાતી મશીનો પર 9.74% ટેક્સનો બોજ વધશે
    Next Article
    9 મનપાને સરકારી જમીન ફ્રીમાં મળશે, માલિકી સરકારની જ રહેશે:હેતુ બદલાયો તો પરત લેવાશે, 5 વર્ષ સુધી નિયમોમાં છૂટછાટ; આ 11 પ્રકારની સુવિધા ઊભી કરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment