Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં પેટ્રોલિંગ દરમિયાન પાંચ શંકાસ્પદ શખ્સો ઝડપાયા:9 મોબાઈલ, 5 તાળા સહિતનો મુદ્દામાલ કબજે, પોલીસે કાર્યવાહી કરી

    8 hours ago

    ગઢડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોની બજાર નજીકથી પાંચ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 9 જૂના મોબાઈલ ફોન, 5 તાળા અને અન્ય શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો હતો. ઝડપાયેલા શખ્સોની અંગજડતી અને પૂછપરછમાં અલગ-અલગ કંપનીના 9 જૂના મોબાઈલ, 5 તાળા, સફેદ ધાતુના 4 છડા તેમજ નાના-મોટા પકડ અને પેચીયા મળી આવ્યા હતા. કબજે કરાયેલા મોબાઈલની કુલ કિંમત આશરે રૂ. 15,500 હોવાનું જણાવાયું છે. પોલીસે આ શંકાસ્પદ મુદ્દામાલ અંગે BNSSની કલમ 35(1)(ઇ) અને 106 મુજબ પાંચેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સોમાં પવનકુમાર રાકેશસિંહ નાયક, બીપીનકુમાર રાકેશસિંહ નાયક, દીપુભાઈ રાકેશસિંહ નાયક, અજયસિંહ મહેશસિંહ નાયક અને રવીભાઈ મહેશસિંહ નાયકનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓ હાલ ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશના વતની છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં શ્રાવણ માસ નિમિત્તે 'શિવોત્સવ' સંગીત સંધ્યાનું આયોજન:લઘુરુદ્ર યજ્ઞમાં જનજાગૃતિ લાવવા માટે યોજાયો મહોત્સવ
    Next Article
    કડીના બાબાજીપુરામાં જુગાર રમતા 18 ઝડપાયા:1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, આરોપીઓ સામે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment