Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીના બાબાજીપુરામાં જુગાર રમતા 18 ઝડપાયા:1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, આરોપીઓ સામે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધાયો

    7 hours ago

    કડી તાલુકાના બાબાજીપુરા ગામમાં ઠાકોરવાસની ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કડી પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસે ગંજીપાનાથી જુગાર રમતા 18 શખસને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ 31 હજારની રોકડ જપ્ત કરી હતી. આ ઉપરાંત સ્થળ પરથી 104 નંગ ગંજીપાનાં, 11 નંગ મોબાઈલ ફોન અને જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલી ₹ 50 હજારની કિંમતની એક CNG રિક્ષા (નંબર GJ-38-WA-7026) મળી કુલ ₹ 1.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 18 આરોપીને પોલીસે જુગાર રમતા દબોચ્યા પોલીસે બાબાજીપુરા, દેઉસણા અને અમદાવાદ જિલ્લાના અમરપુરા ગામના ચમનજી પ્રહલાદજી ઠાકોર, કિરણકુમાર બાબુજી ઠાકોર, અજય વિનુજી ઠાકોર, મહેશ છનાજી ઠાકોર, રોહીત તલાજી ઠાકોર, સુનીલ રતાજી ઠાકોર, જીગર જયંતીભાઈ રાવળ, ધવલ જીવણજી ઠાકોર, સમીર રમેશજી ઠાકોર, મનુજી છનાજી ઠાકોર, સાગર કડવાજી ઠાકોર, કિશન રમણજી ઠાકોર, કનુભાઈ કરશનભાઈ ચાવડા, સુનીલ કાંતીલાલ ચાવડા, સંજય ભરતભાઈ રાઠોડ, દિલાજી શકરાજી ઠાકોર, કૃષ્ણકાંત બાબુજી ઠાકોર અને કૌશિક છનાજી ઠાકોર નામના તમામ 18 જુગારીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. આ મામલે કડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દીક્ષીતકુમાર કાનજીભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તમામ 18 આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં પેટ્રોલિંગ દરમિયાન પાંચ શંકાસ્પદ શખ્સો ઝડપાયા:9 મોબાઈલ, 5 તાળા સહિતનો મુદ્દામાલ કબજે, પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    TMC-DMK हुए सोनिया के साथ, CPI-M हो गई खिलाफ? Sonia Gandhi Insult Vande Mataram | Independence Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment