Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત:છેલ્લા 9 દિવસમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીને વચ્ચે રહેતા લોકો ગરમીથી અકળાયા, પવન અને ભેજના પ્રમાણમાં સતત ઉતાર-ચઢાવ

    3 days ago

    જૂન મહિનાના બીજા સપ્તાહમાં હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે એમાંય છેલ્લા નવ દિવસના હવામાનના આંકડા મહત્તમ તાપમાન 40.2 ડિગ્રીથી લઈને 42.1 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીથી 29 ડિગ્રીની આસપાસ રહ્યું છે, ગરમીની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ અને પવનની ઝડપ વધવાને કારણે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે, ​આ નવ દિવસો દરમિયાન 10 જૂન ને બુધવારના રોજ સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, જેમાં મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જ્યારે 16 જૂન ને મંગળવારના રોજ સૌથી ઓછું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી હતી. 16 જૂન મંગળવાર ના રોજ હવામાં ભેજનું પ્રમાણ સૌથી વધુ 53 ટકા નોંધાયું હતું, જેના કારણે અસહ્ય બફારો અનુભવાયો હતો. લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા 5 દિવસનું તાપમાન નો પારો તા.8 જૂન ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 જૂન ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.10 જૂન ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 47 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.11 જૂન ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 38 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.12 જૂન ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 51 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.13 જૂન ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 34 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.14 જૂન ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 29 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.15 જૂન ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 33 ટકા અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.16 જૂન ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.1 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 53 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    સાવજ યુવાનને ખાઈ ગયો, રાજુલાની ઘટનાથી અરેરાટી:રિવરફ્રન્ટ પર ધૂમ સ્ટાઈલમાં રેસ, લોકોના જીવ અદ્ધર; ચોમાસાંના એંધાણ ન દેખાતાં જગતાત ચિંતામાં
    Next Article
    ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં:કડવા પાટીદાર ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી સાથે બંધ બારણે બેઠક યોજી, કમલમમાં સંગઠન અને નવા કોર્પોરેટરોને ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment