Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રવિવારે 9 થી 4 પાવર બંધ રહેશે:પ્રિ-મોન્સુન કામગીરીને કારણે સટ્ટા બજાર ફીડરના વિસ્તારો પ્રભાવિત

    6 hours ago

    વેરાવળ શહેરમાં રવિવારે, 17 મે 2026 ના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અને અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના કાર્યને કારણે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી હેઠળના 11KV સટ્ટાબજાર ફીડર અંતર્ગત આવતા વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, ટાવર ચોક, સટ્ટાબજાર, મોચી બજાર, નવા પટેલ વાળા, M.G. રોડ, કટલેરી બજાર, વાણંદ શેરી, રેયોન ક્વાર્ટર, લીલા શાહ નગર, અલણાનો ડેલો, રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ અને હરસિદ્ધિ ડેરી વગેરેમાં વીજળી ગુલ રહેશે. PGVCL વેરાવળ (શહેર) ના નાયબ ઈજનેર ડી.ડી. ડોડિયાએ આ માહિતી આપી હતી. તેમણે આ વિસ્તારોના વીજ ગ્રાહકોને તેમના વીજ ઉપકરણોનો સલામતીપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપી છે. ડોડિયાએ જણાવ્યું હતું કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. તેથી, ગ્રાહકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે ગુજરાત જીત્યું તો પ્લેઑફમાં સ્થાન કન્ફર્મ:કોલકાતાએ પહેલી વિકેટ ગુમાવી, સિરાજે કેપ્ટન રહાણેને બોલ્ડ કર્યો
    Next Article
    જનગણના–2027 માટે કાલથી સ્વ-ગણતરી પ્રક્રિયા શરૂ:ઈન્ચાર્જ કલેક્ટર સી. એલ.પટેલની નાગરિકોને સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment