Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના વાંસદામાં બાળકનો ભોગ લેનારી દીપડી આખરે પાંજરે પુરાઈ:9 દિવસની ભારે જહેમત બાદ ભીનાર ગામમાંથી દીપડી ઝડપાતા ગ્રામજનોને રાહત

    3 days ago

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં માસૂમ બાળકનો ભોગ લેનારી દીપડી આખરે વન વિભાગની જાળમાં કેદ થઈ છે. ગત 5 ઓક્ટોબરના રોજ ઘર બહાર રમી રહેલા 3 વર્ષીય આરવ પટેલને દીપડી ઉઠાવી ગઈ હતી. ત્યારબાદ જંગલ વિસ્તારમાંથી બાળકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. એકના એક વહાલસોયા પુત્રને ગુમાવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બીજી તરફ, દીપડીના આતંકને કારણે ભીનાર અને આસપાસનાં ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે 9 દિવસ સુધી ચલાવ્યું સઘન ઓપરેશન માસૂમ બાળકના મોતની ઘટના બાદ દીપડીને પકડવા માટે વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાંસદા પૂર્વ રેન્જનાં RFO કિંજલબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમોએ દીપડીની હિલચાલ પર સતત નજર રાખી હતી. જંગલ વિસ્તાર તેમજ રહેણાક વિસ્તારોની આસપાસ દીપડીને પકડવા માટે 12થી વધુ પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, દીપડીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ટ્રેપ કેમેરા અને CCTV કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી. વહેલી સવારે દીપડી પાંજરામાં કેદ થઈ વન વિભાગની ટીમોએ સતત 9 દિવસ સુધી દિવસ-રાત શોધખોળ કરી હતી. રાત્રિના સમયે પણ સઘન પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવતી હતી. આખરે આજે વહેલી સવારે ભીનાર ગામમાંથી દીપડી વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કેદ થઈ ગઈ હતી. લાંબા સમયથી દીપડીને પકડવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં સફળતા મળતાં વન વિભાગની ટીમે રાહત અનુભવી હતી. દીપડીની તબીબી તપાસ, ગ્રામજનોમાં રાહત દીપડી પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડીનો સુરક્ષિત કબજો મેળવ્યો હતો. ત્યારબાદ વેટરનરી ડૉક્ટરો દ્વારા તેની પ્રાથમિક તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. દીપડી પકડાઈ જતાં ભીનાર અને આસપાસના ગામોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના ભયને કારણે ગ્રામજનો માટે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. હાલ વન વિભાગ દ્વારા દીપડીને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં 18 ઓક્ટોબરે તાપી જિલ્લા એથ્લેટિક્સ મીટ:અંડર-14 અને અંડર-16 વયજૂથના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે, AFI ID ફરજિયાત
    Next Article
    Koffee With Karan's Final Season Must Make Celebrity Interviews Risky Again

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment