Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં 18 ઓક્ટોબરે તાપી જિલ્લા એથ્લેટિક્સ મીટ:અંડર-14 અને અંડર-16 વયજૂથના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે, AFI ID ફરજિયાત

    3 days ago

    એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા. 14 થી 16 નવેમ્બર, 2026 દરમિયાન હૈદરાબાદ ખાતે '20મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ–2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્પર્ધા માટે તાપી જિલ્લાની ટીમની પસંદગી કરવાના હેતુથી તાપી જિલ્લા એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા આગામી તા. 18 ઓક્ટોબર, રવિવારના રોજ સવારે 8:00 કલાકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે 'તાપી જિલ્લા એથ્લેટિક્સ મીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. અંડર-14 અને અંડર-16 વયજૂથ માટે પાત્રતા આ પસંદગી સ્પર્ધામાં અંડર-14 અને અંડર-16 વયજૂથના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. જેમાં અંડર-14 વયજૂથ માટે તા. 17/11/2012 થી તા. 16/11/2014 દરમિયાન અને અંડર-16 વયજૂથ માટે તા. 17/11/2010 થી તા. 16/11/2012 દરમિયાન જન્મેલા ખેલાડીઓ ભાગ લેવા માટે પાત્ર ઠરશે. વિવિધ રમત સ્પર્ધાઓનું શ્રેણીબદ્ધ આયોજન અંડર-14 ગ્રુપ ટ્રાયથલોનમાં ગ્રુપ-A (60 મીટર દોડ લાંબી કૂદ, ઊંચી કૂદ) ગ્રુપ-B (60 મીટર દોડ, લાંબી કૂદ, બેક થ્રો) ગ્રુપ-C (60 મીટર દોડ, લાંબી કૂદ, 600 મીટર દોડ) અંડર-16 ગ્રુપ 60 મીટર દોડ, 80 મીટર હર્ડલ્સ, 600 મીટર દોડ ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળાફેંક, બરછી ફેંક પેન્ટાથલોન જરૂરી આધાર-પુરાવા અને સંપર્ક વિગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ સ્થળ પર આધારકાર્ડ અને જન્મના દાખલાની ઝેરોક્ષ નકલ ફરજિયાત સાથે લાવવાની રહેશે તથા ખેલાડીઓ પાસે AFI ID હોવું જરૂરી છે. વધુ માહિતી અને નોંધણી માટે એસોસિએશનના સેક્રેટરી સંજય કોસાડા (મો. 9879071219) અથવા એથ્લેટિક્સ કોચ પિંકલ આહિર (મો. 9898371027) નો સંપર્ક કરવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    GPSC ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ સાથે 31 દિવસથી ધરણાં:સત્યાગ્રહ છાવણીમાં પૂતળું બાળ્યું, SC-ST, OBC, લઘુમતી અને NT-DNT સમાજના આગેવાનોનું આંદોલનને સમર્થન
    Next Article
    નવસારીના વાંસદામાં બાળકનો ભોગ લેનારી દીપડી આખરે પાંજરે પુરાઈ:9 દિવસની ભારે જહેમત બાદ ભીનાર ગામમાંથી દીપડી ઝડપાતા ગ્રામજનોને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment