Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાંબુઘોડા હાઈવે પર ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીનું કરુણ મોત:9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, મૃતકના પત્નીનો આબાદ બચાવ

    10 hours ago

    જાંબુઘોડા-હાલોલ નેશનલ હાઈવે નંબર ૭૫૬ પર ઝબાન ગામના મલબાર પાટિયા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા એક ટેન્કરે ચાલકે કાબૂ ગુમાવતાં ટેન્કર માર્ગ કાંઠે આવેલી ખાણીપીણીની દુકાનમાં ઘૂસી ગયું હતું. આ દર્દનાક દુર્ઘટનામાં દુકાન ચલાવતા દીપસંગભાઈ રાઠવા (42) અને તેમની માસુમ પુત્રી દેવાંશી (4)નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત દુકાનમાં ઘૂસતા પહેલાં બેફામ ટેન્કરે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનો અને મધ્યપ્રદેશના 9 પદયાત્રીઓને પણ અડફેટે લીધા હતા, જેથી તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના સમયે મૃતક દીપસંગભાઈના પત્ની દુકાનના પાછળના રસોડાના ભાગમાં હોવાના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે પિતા-પુત્રી કાળનો કોળિયો બન્યા હતા. 4 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને જાંબુઘોડા CHC ખસેડાયા ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની 4 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત ૪ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે યુદ્ધના ધોરણે ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જાંબુઘોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે મૃતક પિતા-પુત્રીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વિધિવત રીતે પરિવારજનોને સોંપવાની તજવીજ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોગામહારાજના મંદિરમાંથી ચાંદી-તાંબાના છત્તર, નાગ મુર્તિઓની ચોરી:ખેરાલુ નજીક લુણવા ગામે તસ્કરોએ બંધ મંદિરનું તાળું તોડીને 11 લાખનો મુ્દ્દામાલ લઈને ફરાર
    Next Article
    No entry, no answers, just ‘get lost’: The Opposition’s battle to be heard by Gyanesh Kumar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment