Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ગાળામાં જુગારધામ ઝડપાયું, 9 જુગારી પકડાયા:રૂ. 2.92 લાખનો મુદ્દામાલ, રોકડ અને 9 મોબાઈલ જપ્ત

    2 days ago

    મોરબી તાલુકા પોલીસે ગાળા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 9 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 2.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સર્વેલન્સ સ્ટાફને પ્રોહિબિશન અને જુગાર અંગેના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે વાઘપરના વિનોદભાઈ બચુભાઈ કડીવારની કબજાવાળી વાડીમાં જુગાર રમાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂ. 2,16,000 તથા 9 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. આ મોબાઇલ ફોનની કિંમત રૂ. 76,000 આંકવામાં આવી છે. આમ, કુલ રૂ. 2,92,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા 9 શખ્સોમાં હર્ષદભાઈ હળવદીયા, અશ્વિનભાઈ ભટાસણા, ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ અમૃતીયા, વિજયભાઈ ચાડમીયા, જયદિપભાઈ કગથરા, પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા ઝાલા, ગણપતભાઈ જાનવા, જયંતીલાલ કડીવાર અને વિનોદભાઈ કડીવારનો સમાવેશ થાય છે. આ તમામ સામે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 5 વર્ષ જૂની ચોરાયેલી બાઇક ઝડપાઈ:LCB એ નંબર પ્લેટ વગરના શખ્સને પકડ્યો, ચોરીનો ભેદ ઉકેલાયો
    Next Article
    Nvidia launches Open Secure AI Alliance after Hugging Face security incident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment