Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં 9 જુગારીઓ ઝડપાયા:વેરાવળ અને પીપળવામાં બે દરોડા, રૂ. 20,670 રોકડ જપ્ત

    22 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ અને સુત્રાપાડા પોલીસે બે અલગ-અલગ દરોડા પાડી કુલ 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 20,670 રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. વેરાવળ શહેરના જૈન હોસ્પિટલ રોડ નજીક ધાણીશેરી વિસ્તારમાં જાહેરમાં 'તીનપત્તી રોન પોલીસ' નામનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વેરાવળ સીટી પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડ્યો હતો. પોલીસે પાંચ ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. 10,320 રોકડ રકમ અને 52 ગંજીપત્તાના પાના કબજે કરાયા હતા. આ મામલે દીપક હરીલાલ કોટીયા, નાઝીરઅલી કરુબાનઅલી શેખ, મીતેશ રાજેશભાઈ ચાવડા, મિલન આકાશભાઈ શેખ અને કિતામ્બુલમૌલા કમલમૌલા શેખ વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી ઘટનામાં, સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામમાં ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સુત્રાપાડા પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 10,350 રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું. આ કેસમાં ભુપતભાઈ દેવશીભાઈ બાંભણીયા, રમેશભાઈ કરશનભાઈ કામળીયા, ગોવિંદભાઈ ભીખાભાઈ વાઢેર અને રામસિંહભાઈ સામતભાઈ કામળીયાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે. જાહેર સ્થળોએ જુગાર રમતા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:છરી-તલવારના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો, અકસ્માતમાં માતા-પુત્રના મોત
    Next Article
    રાજકોટમાં વકીલોનો પો. કમિશનર કચેરીએ હલ્લાબોલ:રામધૂન બોલાવી અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા, PI ચિંતન દવે અને મહિલા પોલીસને સસ્પેન્ડ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment