Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરીની ચૂંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો:9 બેઠકો પર કાંટાની ટક્કર, 15મીએ મતદાન અને 17મીએ પરિણામ; મુકેશ પટેલ અને ગણપત વસાવાએ મોરચો સંભાળ્યો

    2 days ago

    સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો હાઈવોલ્ટેજ ડ્રામા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકી બચેલી 9 બેઠકો માટે 15મી જુલાઈને બુધવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાનનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ થઈને બપોરે 4 વાગ્યા સુધીનો રહેશે, જ્યાં વિવિધ તાલુકા મથકો પર બનાવવામાં આવેલા મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પૂર્ણ થયા બાદ, તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ મતપેટીઓમાં સીલ થઈ જશે અને આગામી 17મી જુલાઈએ સવારે 11 વાગ્યાથી સુમુલ ડેરીના બેન્કવેટ હોલ ખાતે ચૂંટણી અધિકારી નેહા સવાણીની સીધી દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરવામાં આવશે. અંતિમ ઘડીનો પ્રચાર ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મંગળવારે પ્રચારના અંતિમ દિવસે તમામ ઉમેદવારો અને તેમના સમર્થકોએ જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ગ્રામીણ સહકારી ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ઉમેદવારો દ્વારા 'શામ-દામ, દંડ અને ભેદ'ની તમામ નીતિઓ અજમાવવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે રાત-દિવસ એક કરીને પર્સનલ મીટિંગ્સ અને લોબિંગ તેજ કરી દેવામાં આવ્યું છે. આ ચૂંટણી માત્ર ડેરીના સંચાલનની નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના ગ્રામીણ રાજકારણ પર વર્ચસ્વ સાબિત કરવાની લડાઈ હોવાથી એક-એક મત માટે ખેંચતાણ જોવા મળી રહી છે. મંગળવારે સાંજ સુધીમાં ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચાર અંતર્ગત ડોર-ટુ-ડોર સંપર્ક પર વધુ ભાર મૂક્યો હતો. ભાજપ પ્રેરિત પેનલ માટે દિગ્ગજ નેતાઓ મેદાનમાં સુમુલ ડેરીના રાજકારણમાં સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. ભાજપ પ્રેરિત પેનલના 9 ઉમેદવારોને વિજયી બનાવવા માટે પક્ષે પોતાના દિગ્ગજ અને વગદાર રાજકીય આગેવાનોને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. જેમાં પ્રશાંત કોરાટ, બિપિન પટેલ (ગોતા), ગૌતમ ગેડિયા અને જગદીશ પટેલ જેવા પ્રદેશ કક્ષાના નેતાઓ ઉપરાંત સુરત અને તાપી જિલ્લા ભાજપના પ્રમુખો પણ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે એટલી ગંભીરતા દાખવી છે કે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને સુમુલ ડેરીની ચૂંટણીના કન્વીનર તરીકેની વિશેષ જવાબદારી સોંપી છે. આ બંને નેતાઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને પ્રચારનું મોનિટરિંગ પોતાના હાથમાં લઈને પેનલને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. 9 બેઠકોનું રસપ્રદ સમીકરણ અને મતદારોની સંખ્યા જે 9 બેઠકો પર આવતીકાલે એટલે 15 જુલાઈ બુધવારના રોજ મતદાન થવાનું છે, ત્યાં મતદારોની સંખ્યા અને સમીકરણો ખૂબ જ રસપ્રદ છે. સૌથી વધુ મતદારો સોનગઢ બેઠક પર છે, જ્યારે સૌથી ઓછા ઓલપાડ અને કુકરમુંડા બેઠક પર છે. તમામ 9 બેઠકોના મતદારોની સત્તાવાર વિગત નીચે મુજબ છે આમ, કુલ મળીને આ નવ તાલુકાઓના પ્રતિનિધિઓ આવતીકાલે સુમુલ ડેરીનું નવું શાસન કોના હાથમાં જશે તે નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વની લડાઈનો ક્લાઈમેક્સ દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં સુમુલ ડેરી ખૂબ જ મોટું અને આર્થિક રીતે સમૃદ્ધ સંગઠન ગણાય છે. લાખો પશુપાલકો અને દૂધ ઉત્પાદકો આ ડેરી સાથે સીધી રીતે જોડાયેલા છે, જેના કારણે આ ચૂંટણીનું રાજકીય મહત્વ ધારાસભાની ચૂંટણી જેટલું જ આંકવામાં આવે છે. 7 બેઠકો પર બિનહરીફ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ખરી લડાઈ આ 9 બેઠકો પર જ કેન્દ્રીત થઈ છે. ભાજપ પ્રેરિત પેનલ સામે વિપક્ષી અને અપક્ષ આયોજકો પણ મજબૂત પડકાર ફેંકી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે બુધવારે થનારા મતદાનમાં પશુપાલક મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે. 17મી જુલાઈએ આવનારા પરિણામો જ સ્પષ્ટ કરશે કે આગામી સમયમાં સુમુલ ડેરીના સુકાની કોણ બનશે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરના ખેડૂત સાથે રૂ.7 લાખની છેતરપિંડી:રાજાશાહી વખતના સોનાના નામે નકલી દાગીના પધરાવી ટોળકી ફરાર; ખેડૂતે જમીન પણ ગીરવે મૂકી
    Next Article
    Spain vs France 'Mind Games' Begin Ahead Of FIFA World Cup Semifinal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment