Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક સિગ્નલનો નવો સમય અમલમાં મુકાયો:રાધનપુર ચોકડી ખાતે સવારે 9થી 12:30 અને સાંજે ‎4:30થી 8 સુધી સિગ્નલ ચાલુ‎

    1 week ago

    મહેસાણા શહેરની વ્યસ્ત રાધનપુર ચોકડી પર આજે ગુરુવારથી ટ્રાફિક સિગ્નલનો નવો સમય અમલમાં મુકાયો છે. નવા સમય મુજબ હવે સવારે 9:00 થી બપોરે 12:30 સુધી અને સાંજે 4:30 થી રાત્રે 8:00 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ કાર્યરત રહેશે. આ સમય દરમિયાન નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ઇ-મેમો સીધો ઘરે મોકલવામાં આવશે. અગાઉ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે સવારે 10:00 થી બપોરે 1:00 સુધીનો સમય નક્કી કરાયો હતો. હવે પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી અને ઉનાળુ સિઝન શરૂ થતાં ટ્રાફિકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમયમાં સવારે સિગ્નલ એક કલાક વહેલું શરૂ થશે, જ્યારે બપોરે અડધો કલાક વહેલું બંધ થશે. ઉલ્લેખનિય છે કે, સિગ્લનના નિયમોનો ભંગ કરનારને ઇમેમો ઘેર મળી જશે. મહાનગરપાલિકાના સાઇડ સુપરવાઇઝર ઇજનેર અમિત પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પણ ઉનાળાના સમયમાં આ જ સમય મુજબ ટ્રાફિક સિગ્નલ ઓપરેટ થાય છે. ઉનાળાની સિઝન દરમિયાન રાધનપુર ચોકડી પર હવે આ નવો સમય લાગુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ટ્રાફિક પોલીસને તડકામાં હીટસ્ટ્રોકથી બચાવવા ‘કૂલ જેકેટ’ અપાયા, આ જેકેટથી ગરમી 5થી 7 ડિગ્રી ઓછી લાગશે
    Next Article
    કૃષ્ણનગર સોસાયટીની ચોરીનો ભેદ ઉકેલાયો:સીસીટીવી આધારે કારની ઓળખ કરી ઘરફોડિયાને દિલ્હીથી કાર સાથે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment