Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાં 9 વર્ષનો બાળક ફ્લેટમાં ફસાયો:ફાયર અને 112 ટીમે સફળતાપૂર્વક બચાવ્યો

    2 दिन पहले

    અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મોડી રાત્રે એક 9 વર્ષનો બાળક ફ્લેટમાં ફસાઈ ગયો હતો. જાફરાબાદ રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના બીજા માળે આ ઘટના બની હતી. 112 ઇમરજન્સી સેવા અને રાજુલા નગરપાલિકાની ફાયર ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ, પરિવારના સભ્યો બહાર ગયા બાદ બાળક ઘરમાં એકલો હતો. આ દરમિયાન ફ્લેટનો દરવાજો અંદરથી લોક થઈ જતાં બાળક બહાર નીકળી શક્યો નહોતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. કોલ મળતાં જ રાજુલા 112ની ટીમ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, બીજા માળે સુરક્ષિત રીતે પહોંચવામાં મુશ્કેલી જણાતા, 112 ટીમે રાજુલા નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ત્યારબાદ બંને ટીમોએ જરૂરી સાધનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. સફળતાપૂર્વક હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ કામગીરી પૂર્ણ થતાં બાળક અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળકના પિતા મહેશભાઈ પરમારે 112 ઇમરજન્સી સેવા અને રાજુલા ફાયર બ્રિગેડની ઝડપી અને પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમયસર થયેલી આ કામગીરીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતા ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    11 વર્ષમાં ત્રીજી વાર ચોમાસા પર બ્રેક:યુપીમાં અત્યાર સુધી 19%, એમપીમાં 3% ઓછો વરસાદ; અરુણાચલમાં ITBPના 15 જવાન ફસાયા
    Next Article
    કવિશ્રી બોટાદકર કોલેજમાં કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો:NSS વિભાગે B.A.ના વિદ્યાર્થીઓ માટે આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment