Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિફ્ટ ખોટકાઈ ને 9 મહિનાના બાળક સહિત 11 ફસાયા:સુરતના વેસુમાં આશીર્વાદ કોમ્પ્લેક્સની લિફ્ટમાં 15 મિનિટ સુધી જીવ અધ્ધર, ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બચાવ્યા, VIDEO

    12 hours ago

    સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં અચાનક લિફ્ટ બંધ થઈ જવાની ઘટના બની હતી. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા તેમાં સવાર 9 મહિનાના બાળક સહિત 11 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે લિફ્ટ ફસાઈ મળતી માહિતી મુજબ, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં 11 વ્યક્તિઓ લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા તો યાંત્રિક ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જામ થઈ ગઈ હતી. લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત કુલ 11 લોકો અંદર હતાં. અંદર રહેલા લોકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લોકો ગભરાયા ને જીવ અધ્ધર થઈ ગયા ઘટનાની ગંભીરતા જોઈ વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સહિતના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લિફ્ટ પેક હોવાને કારણે અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર ટીમે 'ડોર કી' વડે લિફ્ટ ખોલી ફાયર ઓફિસર અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી લિફ્ટના દરવાજાને સાધનોથી ખોલ્યા હતા. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ તમામ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. એક પરિવારના પાંચ સહિત 11નું રેસ્ક્યુ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, લિફ્ટ માંથી રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ લોકોમાં વિરડીયા પરિવારના પાંચથી વધુ સભ્યો હતા. જેમાં નવ મહિનાના બાળક તેના માતા પિતા અને દાદા દાદી સહિતના નો સમાવેશ થાય છે. લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બહાર નીકળ્યા બાદ પરિવારે ફાયર બ્રિગેડની કામગીરીનો આભાર માન્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ લિફ્ટમાં ઓવરલોડ અથવા મેન્ટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું અનુમાન છે.
    Click here to Read More
    Previous Article
    Raghu Rai: The eye that held India’s ordinary and extraordinary
    Next Article
    કાળમુખી કારની ટક્કરે 5 વર્ષની માસૂમનું મોત, CCTV:દંપતી ગંભીર ઘાયલ, કારની ગતિને કારણે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનું પડીકું વળી ગયું, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment