Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', ઈસ્કોન-સાણંદનો ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:9 હજાર મકાનનો ડ્રો કરી જાહેરસભાને સંબોધશે, 1024 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

    12 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરવાના છે, તે પહેલા આજે (9 નવેમ્બર) સોમવારે તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભામાં રૂ. 1,024 કરોડના વિવિધ 30 વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે. અમદાવાદ મનપાના હાઉસિંગ અને વોટર પ્રોજેક્ટ્સ સહિતની શહેરી સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે પહોંચી રૂ. 450 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. આ કાર્યક્રમ બાદ અમિત શાહ જોધપુર ખાતે નવનિર્મિત ‘નોલેજ હબ’ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અમિત શાહ વાડજમાં રામાપીરના ટેકરામાં આવાસ યોજનાના મકાનોની મુલાકાત લેશે. આ કાર્યક્રમો બાદ રાણીપ ડી-માર્ટ સામેના પ્લોટમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે અને જાહેર સભાને સંબોધશે.
    Click here to Read More
    Previous Article
    NCP का विलय होना तय? शरद पवार से दो दिन में दो बार मिले पार्थ, पार्टी ने अटकलों पर दिया जवाब 
    Next Article
    વડોદરામાં આગના 62 કોલ મળ્યા, આખી રાત ફાયર બ્રિગેડ દોડતુંરહ્યું:વાસણા-ભાયલી રોડ પર ફ્લેટમાં ભીષણ આગ, લોકરમાં મુકેલા 2 લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયા, ફાયર જવાનોએ જોખમ વચ્ચે 50 રૂપિયાની રોકડ બચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment