Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં આગના 62 કોલ મળ્યા, આખી રાત ફાયર બ્રિગેડ દોડતુંરહ્યું:વાસણા-ભાયલી રોડ પર ફ્લેટમાં ભીષણ આગ, લોકરમાં મુકેલા 2 લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયા, ફાયર જવાનોએ જોખમ વચ્ચે 50 રૂપિયાની રોકડ બચાવી

    6 hours ago

    વડોદરા શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. શહેરમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીમાં આગ લાગવાના કુલ 62 કોલ મળ્યા હતા. જેમાં વાસણા-ભાયલી રોડ પર આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગતાં લાખો રૂપિયાનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત OP રોડ પર શ્રમજીવીઓનાં ઝૂંપડાં અને તરસાલી તળાવ પાસે ચાલતી કારમાં પણ આગ લાગવાના બનાવો બન્યા હતા. વડોદરાના વાસણા-ભાયલી રોડ પર શ્રી હરિ બંગ્લોઝ સામે આવેલી અર્થ એક્રોપોલિશ-3 રેસિડેન્સીના E-501 નંબરના ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. નિપુલ મકવાણાના ફ્લેટમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલો કિંમતી સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને ફ્લેટના લોકરમાં રાખેલા 2 લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયા હતા, 50 હજાર રૂપિયા ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા અને ફ્લેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ગંભીરતા વચ્ચે ફાયર જવાનોએ ઘરમાં રહેલી રોકડ રકમ સુરક્ષિત રીતે બહાર કાઢી મકાનમાલિકને પરત સોંપી હતી. ફાયર ટીમની સમયસૂચકતાને કારણે આગ અન્ય ફ્લેટમાં ફેલાતી અટકાવી શકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ શહેરના OP રોડ પર રિલાયન્સ મોલ પાસે આવેલા શ્રમજીવીઓનાં ઝૂંપડાંમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત તરસાલી તળાવ પાસે ફટાકડામાંથી નીકળેલા રોકેટના તણખા રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર પર પડતાં કારમાં આગ લાગી હતી. અચાનક કારમાં આગ લાગતાં ચાલક સહિત આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, આ ઘટનામાં પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આમ, શહેરમાં એક જ રાત દરમિયાન આગના 62 કોલ અને ત્રણ અલગ-અલગ ગંભીર બનાવોએ ફાયર બ્રિગેડને દોડતું કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', ઈસ્કોન-સાણંદનો ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:9 હજાર મકાનનો ડ્રો કરી જાહેરસભાને સંબોધશે, 1024 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
    Next Article
    જોની દરેડે જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ આપી:બોટાદમાં દિવાળી નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારો રહેતા પરિવારને સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment