Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:ધો.9 અને 10ના શિક્ષકો માટે 50 કલાકની હાઇટેક ટ્રેનિંગ

    1 day ago

    ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની સિદ્ધિઓ અને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં ગુણવત્તાસભર પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે આગામી પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ગુજરાતનું પરિણામ ઉત્કૃષ્ટ રહે તે માટે ધોરણ 9 થી 10 ની પરખ સૂચિત પેડાગોજી આધારિત તાલીમનું આયોજન કરાયુ છે. જેમાં દરેક શિક્ષકે વાર્ષિક 50 કલાકની કન્ટીન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ તાલીમ લેવી ફરજીયાત રહેશે. જૂનાગઢ સહિત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ, આશ્રમ શાળા અને મોડેલ સ્કૂલના માધ્યમિક શિક્ષકોને આ તાલીમમાં જોડવામાં આવશે. જિલ્લા અને શાળા કક્ષાની આ તાલીમનો સમય સવારે 10:30થી સાંજના 5 કલાકનો રહેશે અને જો તાલીમના દિવસે શનિવાર આવે તો સમય સવારનો રાખી શકાશે પરંતુ કુલ કલાકો ઘટાડી શકાશે નહીં. પ્રથમ ચરણમાં રિસોર્સ પર્સનની તાલીમ ગાંધીનગર યોજાશે, જેમાં દરેક જિલ્લામાંથી વિષયના જાણકાર અને ઉત્સાહી 3-3 તજજ્ઞ શિક્ષકોને મોકલવાના રહેશે. બાદમાં માસ્ટર ટ્રેનરની તાલીમ 14 થી 21 ઓક્ટોબર જિલ્લાકક્ષાએ હશે. અંતે શિક્ષકની તાલીમ તારીખ 22 થી 30 ઓક્ટોબર વિષય મુજબ લેવાનુ નક્કી થયુ છે. સમગ્ર વર્ગનું સઘન મોનિટરિંગ થશે જે શિક્ષકોએ અગાઉ કેઆરપી, આરપી કે એમટી તરીકે સેવા આપી હોય તેઓને શિક્ષક તાલીમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક શાળામાં ધોરણ 9 અને 10ના પરખ પેડાગોજી મોડ્યુલ સતત હાથવગા રાખવા અને વર્ગખંડમાં તેનો સમૂચિત ઉપયોગ કરવા આદેશ અપાયો છે. તાલીમ પૂર્ણ થયેથી દૈનિક 5 કલાક મુજબ પૂર્ણતાનું પ્રમાણપત્ર એનાયત થશે. તાલીમ પ્રક્રિયાનું પ્રાચાર્ય, ડિઇઓ, જીસીઇઆરટી અને કેળવણી નિરીક્ષકો દ્વારા મોનિટરિંગ કરાશે.
    Click here to Read More
    Previous Article
    પ્રજાના પૈસાની ફાળવણી માત્ર કાગળ પર, સ્થળ પર સ્થિતી ખરાબ‎:લ્યો બોલો... મનપાએ રોડના ખાડા પુરવા અને દિવાલો રંગવા 2- 2 કરોડ ફાળવ્યા !
    Next Article
    Broadcaster Recalls How Cameraman Accidentally Exposed Sandpapergate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment