Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત એસટીમાં 8917 ડ્રાઇવર-કંડક્ટરની ભરતી જાહેર:5 વર્ષ સુધી મહિને ફિક્સ 26000 હજાર પગાર, 6 જૂનથી ઓનલાઇન કરી શકાશે અરજી, જાણો લાયકાત

    1 week ago

    ગુજરાત એસટીમાં 4318 કંડકટર અને ડ્રાઇવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેના માટે 6 જૂનથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ નોકરી માટે પાંચ વર્ષ સુધી 26000 ફિકસ પગાર ચૂકવવામાં આવશે. કંડક્ટર માટે લાયકાત 1. વિઝન: ચોખ્ખું વિઝન હોવું જરૂરી 2. વયમર્યાદા: 18 થી 35 વર્ષ (અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. 3. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત: ધોરણ – 12 પાસ (10+2) 4. લાયસન્સ: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડકટર લાયસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઇએ. ડ્રાઇવર માટે લાયકાત 1. વિઝન: ચોખ્ખું હોવું જોઈએ અને રંગ અંધત્વતા ધરાવતા ન હોવા જોઈએ. 2. વયમર્યાદા: 25 થી 35 વર્ષ (અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.) 3. શૈક્ષણિક લાયકાત: ધોરણ -12 પાસ (10+2) 4. ઊંચાઈ પુરુષ ઉમેદવારો માટે - ઓછામાં ઓછી 162 સે.મી. (અનુ. જનજાતિના કિસ્સામાં 160 સે.મી.) મહિલા ઉમેદવારો માટે - ઓછામાં ઓછી 158 સે.મી. 5. લાયસન્સ પુરુષ ઉમેદવારો માટે - પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછી ચાર વર્ષના અનુભવનું ટ્રાન્સપોર્ટસ / કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. મહિલા ઉમેદવારો માટે - પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા અરજી રજૂ કરતી વખતે ધરાવતા હોવા જોઈએ. હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવનાર મહિલા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. હેવી વાહન ચલાવવાનો અનુભવ ન હોય તેવા કિસ્સામાં નિગમના ઓટોમેટીક ડ્રાઈવીંગ ટેસ્ટ સેન્ટર ખાતે બે માસની તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ જ બસ ચલાવવા માટે નિમણુક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરજી સમયે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે 10 KBનો ફોટો અને સિગ્નેચર 10 KB સાઇઝથી (ફોટોનું માપ 5 સે.મી. ઉંચાઇ અને 3.5 સે.મી. પહોળાઇ અને સિગ્નેચરનું માપ 2.5 સે.મી. ઉંચાઇ અને 7.5 સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહીં તે રીતે jpg ફોર્મેટમાં સ્કેન કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. અરજી કરવાની વિગતવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહિં. તમામ સુચનાઓ નિગમની વેબસાઈટ https://gsrtc.in પર મુકવામાં આવશે. જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઈટ અચૂક જોવાની રહેશે. અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી જે ઉમેદવારના હિતમાં છે.
    Click here to Read More
    Previous Article
    આપણું દમણ ઝડપથી મિની ઈન્ડિયા બની રહ્યું છે:વડાપ્રધાને કહ્યું- આજે મને અહીં એક બાજુ બંગાળ તો બીજીતરફ આસામ દેખાય છે
    Next Article
    નેપાળ ટુરના બહાને છેતરપિંડી:ડેન્ટલ ડોક્ટર પાસેથી 5.14 લાખ પડાવી ટુર રદ કરી દીધી, ટ્રાવેલ્સના સંચાલકો સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment