Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ યોજાયો‎:89 વર્ષ જુના પરંપરાગતનું ત્રણ મંજીલના પ્રાર્થના મંદિરમાં 300 વિદ્યાર્થીનીએ યજ્ઞોપવીત ધારણ કરી

    20 hours ago

    પોરબંદરના આર્ય કન્યા ગુરુકુલ ખાતે 89 વર્ષ જુના પરંપરાગત 3 મંજીલનું બાંધકામ ધરાવતા પ્રાર્થના મંદિરમાં 300 વિદ્યાર્થીનીઓ દ્વારા યજ્ઞોપવીત ધારણ કરી હતી. છેલ્લા 88 વર્ષથી કોઈપણ ધર્મ અને જાતિ વગર વૈદિક યજ્ઞ સાથે રક્ષાબંધનના દિવસે સમૂહ કાર્યકમ યોજાઈ છે.આ વર્ષે પણ કાર્યકમ યોજાયો હતો. હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ છે, તેમાંથી એક છે યજ્ઞોપવિત એટલે કે સંસ્કાર. યજ્ઞોપવિત સંસ્કારનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહી પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. પ્રાચીનકાળમાં જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ વૈદિક વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરીને બહેનોને પણ જનોઈ પહેરવાનો અધિકાર આપ્યો છે એવો વેદસંદેશ આપ્યો. રક્ષાબંધનના અને નારિયેળી પૂનમ નિમિત્તે જનોઈ બદલવામાં આવે છે. આજના દિવસે વૈદિક અને ધાર્મિક વિધિથી જનોઈ બદલવામાં છે. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં યુવતીઓ જનોઈ ધારણ કરીને પોતાની જાતને અહોભાગ્ય માને છે. દર વર્ષે અહીં યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 30 હજારથી વધુ વિદ્યાર્થિનીઓએ જનોઈ ધારણ કરીને હિન્દૂ સંસ્કૃતિનું સિંચન કર્યું છે. પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને પુત્રી સવિતા દીદી સ્થાપિત આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લા 89 વર્ષ કરતા વધુ સમયથી દીકરીઓને અભ્યાસ કરાવાય છે અને તેમનામાં આર્ય સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે. અહીં અભ્યાસ કરતી દીકરીને ધર્મ, અભ્યાસ અને સામાજિક પ્રવૃત્તિનું શિક્ષણ આપવામાં આવે છે, સાથે સાથે ધર્મ સમાજમાં કેવી રીતે વ્યવહારું બનવું તેનું પણ મહત્વ સમજાવવામાં આવે છે. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના દિવસે પરંપરાગત રીતે વિદ્યાર્થીનીઓ જનોઈ ધારણ કરી હિન્દુ સંસ્કૃતિનું સિંચન કર્યું હતું. આઠ દાયકાથી વધુ આ પરંપરા ચાલી આવે છે.સામાન્ય રીતે પુરુષો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે પરંતુ પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ માં દીકરીઓ યજ્ઞોપવિત ધારણ કરે છે અને વિધિવત રીતે મંત્રોઉચ્ચાર સાથે આર્યકન્યા ગુરુકુળ ના પ્રાર્થના મંદિરમાં યજ્ઞોપવિત ધારણ કરી હતી. પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને તેમના પુત્રી સવિતા દીદી સ્થાપિત આર્ય કન્યા ગુરુકુળમાં 88 વર્ષથી દીકરી ઓ અભ્યાસ કરે છે અને આર્ય સંસ્કૃતિનો સિંચન કરે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી:રાજ્યમાં 10 ટકા તો સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ, 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
    Next Article
    Nepal Flash Flood LIVE Updates: Deaths Rise To 616, Nearly 2,500 Still Missing As Rescue Ops Enter Day 4

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment