Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી:રાજ્યમાં 10 ટકા તો સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ, 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    17 hours ago

    આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી કરવામાં આવી. જો કે, સ્થાનિક સ્તરે વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જો કે ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ બેંટિંગ કરી હતી. અને હાલમાં ભારે વરસાદની કોઈ આગાહી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદની 10 ટકા ઘટ નોંધાઈ છે. જોકે, ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે અને અહીં સામાન્ય કરતાં આશરે 31 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. 28 ઓગસ્ટે અમદાવાદ અને ગાંધીનગરમાં મહતમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. આગામી દિવસોમાં પણ બંને શહેરમાં ગરમી અને ભેજ વચ્ચે હળવા વરસાદની શક્યતા યથાવત્ રહેવાની આગાહી છે.
    Click here to Read More
    Previous Article
    વાંસોજ રોડ પર પાંચ ફૂટનો અજગર દેખાયો:જસાધાર વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું
    Next Article
    સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ યોજાયો‎:89 વર્ષ જુના પરંપરાગતનું ત્રણ મંજીલના પ્રાર્થના મંદિરમાં 300 વિદ્યાર્થીનીએ યજ્ઞોપવીત ધારણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment