Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના 89 કેન્દ્રો પર 12 એપ્રિલે TAT-HSની પરીક્ષા:854 બ્લોકમાં 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, 89 ઓબ્ઝર્વર્સ સાથે 2 ઝોનલ અધિકારીઓની નિમણૂક

    10 hours ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-HS) આવતીકાલે, 12 એપ્રિલ 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન યોજાશે. ગાંધીનગર જિલ્લાના 89 કેન્દ્રો પર આયોજિત આ પરીક્ષામાં કુલ 16,618 ઉમેદવારો નોંધાયા છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 854 બ્લોકમાં 16,618 ઉમેદવારો પરીક્ષા આપશે ગાંધીનગર જિલ્લામાં પરીક્ષાના સુચારૂ સંચાલન માટે કુલ 854 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધાયેલા કુલ ઉમેદવારોમાં ગુજરાતી માધ્યમના 16,167, અંગ્રેજી માધ્યમના 385 અને હિન્દી માધ્યમના 66 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડાકીય વિગતો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ગુજરાતી માધ્યમ પ્રત્યેના વિશેષ ઝુકાવને સ્પષ્ટ કરે છે. 89 ઓબ્ઝર્વર્સ સાથે 2 ઝોનલ અધિકારીઓની નિમણૂક પરીક્ષામાં પારદર્શિતા જળવાય અને ગેરરીતિ અટકાવી શકાય તે માટે તમામ 89 કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સુરક્ષા અને સુપરવિઝન માટે 89 સરકારી પ્રતિનિધિઓ અને 89 ઓબ્ઝર્વર્સની સાથે 2 મુખ્ય ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર ડિજિટલ નજર રાખવા માટેની અભેદ્ય કિલ્લેબંધી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રવિવારે યોજાનારી આ મહત્વપૂર્ણ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, જે હજારો ભાવિ શિક્ષકોની યોગ્યતા નક્કી કરશે.
    Click here to Read More
    Previous Article
    હવે તો વૈભવને ઈન્ડિયન ટીમમાં લો!:IPLના ચેરમેને કહ્યું- સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કરવાનો હકદાર, BCCI ઓફિસમાં ચર્ચાઓ શરૂ
    Next Article
    Shocking incident in Junagadh | ભાજપની ટિકિટ ફાળવણી બાદ ચોંકાવનારો કિસ્સો | BJP | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment