Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં 87.35 લાખના ખર્ચે 'સ્પોન્જ પાર્ક' બનશે:મીરા નગરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી સમસ્યા હલ કરાશે

    2 days ago

    પોરબંદરના મીરા નગર વિસ્તારમાં અંદાજિત રૂ. 87.35 લાખના ખર્ચે 'સ્પોન્જ પાર્ક' વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સુવ્યવસ્થિત સંગ્રહ કરવાનો અને વિસ્તારના નાગરિકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત આપવાનો છે. પોરબંદર નગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૩માં આવેલા મીરા નગર વિસ્તાર માટે પાંચ વર્ષની જાળવણી અને નિભાવણી સાથે 'સ્પોન્જ પાર્ક' બનાવવા માટે ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પાર્કમાં નાગરિકોની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. તેમાં બાળકો માટે રમતના સાધનો, યુવાનો માટે જીમ ઇક્વિપમેન્ટ્સ, વોકિંગ પાથવે અને ડેકોરેટિવ લાઇટિંગનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી મીરા નગર વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે અને નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત તથા સુવિધાસભર પર્યાવરણ મળશે. આ પહેલનો લાભ માત્ર મીરા નગરના રહેવાસીઓને જ નહીં, પરંતુ પરેશ નગર અને ઉદ્યોગ નગર જેવા આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને પણ મળશે.
    Click here to Read More
    Previous Article
    દેશનું પ્રથમ હનુમાનજીનું મંદિર વડોદરાનું હોવાનો દાવો:રામચરિત માનસ-સ્કંદ પુરાણમાં ભીડ ભંજન હનુમાન મંદિરનો ઉલ્લેખ; 7 વર્ષના અભ્યાસ બાદ જાહેરાત
    Next Article
    IPL 2026 LIVE: Mumbai Indians Set To Script World Record With KKR Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment