Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયામાં ચાંદીના છતરની ચોરી કરનાર ઝડપાયો:પાંચ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો, 87 હજારનો મુદ્દામાલ જપ્ત

    1 week ago

    મોરબી જિલ્લા એલસીબી ટીમે માળિયા (મી.)ના નાના દહીસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આ આરોપીની ધરપકડથી જિલ્લાના અન્ય ચાર મંદિરોમાં થયેલી ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 87 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માળિયા (મી.)ના જૂના નાના દહીસરા ગામના ગજેન્દ્ર ભાડજાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવાના બહાને આવેલા એક શખ્સે માતાજી પર ચઢાવેલા કુલ 13 ચાંદીના છતર, જેનું વજન 400 ગ્રામ અને કિંમત 40,000 રૂપિયા હતી, તેની ચોરી કરી હતી. પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી, ત્યારે એલસીબી ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે મોરબીની રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની GJ 36 AQ 4125 નંબરની મોટરસાયકલ લઈને નીકળેલા શખ્સને રોકીને પૂછપરછ કરતાં તેનું નામ કિશન સુરેશ જાની (ઉં.વ. 26, રહે. રવાપર ગામ, બોની પાર્ક, મોરબી) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી કિશન જાની પાસેથી ચાંદીના નાના-મોટા 5 છતર (કિંમત 10,000 રૂપિયા), રોકડા 32,000 રૂપિયા, ચોરીમાં ઉપયોગમાં લીધેલ 40,000 રૂપિયાની મોટરસાયકલ અને 5,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન મળી કુલ 87,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ પૂછપરછ દરમિયાન આરોપી કિશન જાનીએ કબૂલ્યું કે, તેના પર દેવું વધી ગયું હોવાથી તેણે જુદા જુદા મંદિરોમાં દર્શન કરવાના બહાને જઈને ચોરીઓ કરી હતી. તેણે અગાઉ લુંટાવદર ગામે મોમાઈ માતાજીના મંદિરમાંથી એક સોનાનું અને એક ચાંદીનું છતર, હળવદ બસ સ્ટેન્ડ પાસે મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતર, હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં મામાદેવના મંદિરમાંથી દસથી અગિયાર ચાંદીના છતર અને મોરબીના ઘૂટું અને માંડલ ગામ વચ્ચે ખોડિયાર માતાજીના મંદિરમાંથી સોના અને ચાંદીના છતરની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ આર.સી. ગોહિલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા આ કામગીરી કરીને જિલ્લામાં થયેલા પાંચ મંદિર ચોરીના ગુનાનો ભેદ સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 400 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ:ગુરુકુળ યોગી યુનિયન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
    Next Article
    નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી:વિદેશી મહેમાનો માટે બુક થયેલા રૂમમાંથી ધમકી ભરેલી ચિઠ્ઠી મળી હતી, તપાસમાં કશું શંકાસ્પદ ન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment