Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફવાથી હાલાકી:જામનગરમાં પેટ્રોલ-ડિઝલની 8,65,000 લી. ની જરૂરિયાત સામે 37,36,000 લી. જથ્થો ઉપલબ્ધ

    1 day ago

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુધ્ધના પગલે જામનગરમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ અંગેની અછતની અફવાના કારણે પેટ્રોલ પંપો ખાતે વાહનોની લાંબી કતારો લાગી હતી, અને ગેસ એજન્સીઓ ખાતે રાંધણ ગેસના બુકીંગ માટે સવારથી લાઈનો લાગી ગઈ હતી. છેલ્લા બે દિવસથી અફવાઓના કારણે લોકોમાં ફેલાયેલી અફડા-તફડીના કારણે કલેકટર તંત્ર મેદાનમાં આવ્યું છે અને લોકોને જોઈએ તેટલો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં દૈનિક પેટ્રોલ 2,29,000 લિટર અને ડીઝલ = 6,36,000 લિટરની જરૂરિયાત છે. તેની સામે પેટ્રોલ 12,91,000 લિટર અને ડીઝલનો 24,45,000 લિટરનો જથ્થો ઉપલબ્ધ છે. જામનગર શહેર-જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછતની અફવાના પગલે લોકોના ટોળાએ મંગળવારે મોડીરાત્રિના પેટ્રોલપંપ પર કતારો લગાવી દીધી હતી. જેથી લોકોની લાંબી કતારોના કારણે કલાકો સુધી ઉભા રહીને પેટ્રોલ તેમજ ડીઝલથી વાહનોની ટાંકીઓ ફુલ કરાવી હતી. બુધવારે સવારના પણ અમુક પેટ્રોલ પંપ ખાતે વાહનોની કતારો જોવા મળતી હતી. તો બીજી બાજુ ગેસ એજન્સીઓ પર સવારથી લોકોએ લાઈનો લગાવી હતી. અમૂક પેટ્રોલપંપ સંચાલકોએ તો ટુ વ્હીલરમાં રુા.200 અને ફોર વ્હીલમાં 1000 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ આપવાનું શરૂ કરી રાશનીંગ કરતા વધુ અફવા ફેલાઈ હતી. જેથી વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે કતારો લગાવી હતી. તો બુધવારે પણ સવારથી પેટ્રોલ પંપ ખાતે વાહનોની અને ગેસ એજન્સીઓ ખાતે ગેસ બુકીંગ માટે લોકોની કતારો લાગી હતી. લોકોમાં વ્યાપેલી અફડાતફડીના માહોલથી કલેકટર કેતન ઠક્કર અને તંત્ર મેદાને આવ્યું હતું અને તાત્કાલિક લોકોને જોઈએ તેટલો જથ્થો આપવાની સૂચના આપી હતી અને ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ સંચાલકોની બેઠક બોલાવવામાં આવી હતી. તેમજ કલેકટરે પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓના સંચાલકોને કડક સૂચના આપી જામનગર શહેર-જિલ્લામાં પુરતો જથ્થો હોવાની જાહેરાત કરી લોકોએ ગભરાવવાની કોઈ જરૂરત ન હોવાનું જણાવ્યું હતું. જામનગરમાં જોઈએ તેટલો જથ્થો હાજર છે: કલેકટર જામનગર શહેર-જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ કે ઘરેલુ ગેસની કોઈ અછત છે જ નહીં, લોકોને જોઈએ તેટલો પુરવઠો હાજર છે. માત્ર ઉપરથી સૂચના હોવાથી ફક્ત કોમર્શિયલ ગેસના બાટલાનું વિતરણ હાલ સ્થગિત રાખવામાં આવ્યું છે જે પણ ટૂંક સમયમાં કદાચિત ચાલુ થઈ જશે. બાકી લોકોને જોઈએ એટલો પુરવઠો આપવાની સૂચના ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપના સંચાલકોને આપવામાં આવી છે.> કેતન ઠક્કર , કલેક્ટર, જામનગર.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ:ઉનાળાના પ્રારંભ સાથે મહત્તમ પારો 37 ડિગ્રી
    Next Article
    વરણી:જામનગર સીટી બી ડિવિ.ના PIની 3 દિ'માં ફરી નિમણુંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment