Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડજમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી 8.64 લાખના સામાનની ચોરી:મોંઘાદાટ નળ અને વાલ્વ ચોરીની ફરિયાદ નોંધાઈ, જડતરકામ માટે 27 લાખનું સોનું લઈ શખસ ફરાર

    8 hours ago

    સાણંદમાં રહેતા અને ભાડજમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સેલ્સનું કામ કરતા 28 વર્ષીય ઉત્સવ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી. ભાડજમાં નવી બનતી અલભ્ય કન્સ્ટ્રક્શન સાઈટ પર 6 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે તેમના શેઠ અનીસ પટેલ સાઇટની ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે 11 વાગ્યે ઉત્સવભાઈએ ઓફિસે આવીને જોયું તો ઓફિસની સ્લાઇડર બારી ખુલ્લી હતી અને અંદરનો બધો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. કોઈ ચોરે બારીનો કાચ ખોલીને અથવા લોક તોડીને ઓફિસમાં ઘૂસ્યો હતો. 8 લાખનો સામાન ગાયબ થતા ફરિયાદ નોંધાવી ઓફિસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે અંદર રાખવામાં આવેલ કોહલર કંપનીના બાથરૂમના નળ અને એસેસરીઝ ચોરાઈ ગયા હતા.આ ચોરાયેલા સામાનમાં 1,10,000 રૂપિયાની કિંમતના 22 મેન્યુઅલ વાલ્વ, 1,10,400 રૂપિયાની કિંમતના 24 વાલ્વ એસેમ્બલી, 4,63,750 રૂપિયાની કિંમતના 7 થર્મોસ્ટેટિક વાલ્વ, 1,29,500 રૂપિયાની કિંમતના 7 શાવર આર્મ અને 50,400 રૂપિયાની કિંમતના 14 અન્ય વાલ્વ એમ કુલ મળીને 8,64,050 રૂપિયાની કિંમતનો માલ ગાયબ હતો. આ ઘટના અંગે ઉત્સવભાઈએ તેમના શેઠને જાણ કરી હતી અને ત્યારબાદ બંનેએ પોલીસ સ્ટેશનમાં ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સોનાના જડતરકામ માટે ચાર પીસ આપ્યા હતા ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને ઘરેથી જ સોનાના જડતરકામનો વ્યવસાય કરતા 50 વર્ષીય રાજેશભાઈ વિરજીભાઈ પટેલે તેમના ઓળખીતા કારીગર લક્ષ્મીનારાયણ મદનલાલ સોનીને જડતરકામ માટે સોનાના દાગીના આપ્યા હતા. રાજેશભાઈએ 30 ઓક્ટોબરે બપોરે સાડા ચારેક વાગ્યે 184.910 ગ્રામનો એક સોનાનો સેટ અને 49.500 ગ્રામની બુટ્ટીની જોડી લક્ષ્મીનારાયણને આપી હતી. ત્યારબાદ 1 નવેમ્બરે 19.850 ગ્રામ સોનાનું કુંદન અને 2 નવેમ્બરે બપોરે અઢી વાગ્યાની આસપાસ બીજા 21.790 ગ્રામ વજનના સોનાના ચાર પીસ પણ જડતરકામ માટે આપ્યા હતા. લક્ષ્મીનારાયણ સોની 27 લાખના દાગીના લઈને ફરાર 2 નવેમ્બરે રાજેશભાઈએ અગાઉ આપેલા સોનાના દાગીના પરત લેવા લક્ષ્મીનારાયણને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો કે કોઈ જવાબ આપ્યો ન હતો. આથી રાજેશભાઈ તપાસ કરવા તેના નિર્ણયનગર સ્થિત ઘરે ગયા ત્યારે ત્યાં તાળું મારેલું હતું અને અન્ય કારીગરો તથા મિત્ર વર્તુળમાં તપાસ કરવા છતાં તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. આમ, લક્ષ્મીનારાયણ સોની કુલ 276.050 ગ્રામ વજનના અને રૂપિયા 27,60,500 ની કિંમતના તમામ સોનાના દાગીના પરત ન આપીને ફરાર થઈ ગયો હતો. જે અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોના-ચાંદીના વેપારીએ ફરિયાદ નોંધાવી મણિનગરમાં રહેતા અને કાલુપુરમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા 56 વર્ષીય નાબકુમાર ધોરાઈએ ફરિયાદ નોંધાવી છે કે તેમને દાગીનામાં જડતર કામ કરાવવા માટે કારીગરની જરૂર હોવાથી તેમના મેનેજર દ્વારા નવા વાડજ ખાતે એસ.એસ. ઓર્નામેન્ટસ નામની દુકાન ધરાવતા દિપેન અશોકભાઈ સોની, પાર્થ ઉર્ફે પરેશ જીગ્નેશભાઈ સોની અને ખુશ્બુ દિપેનભાઈ સોનીનો સંપર્ક થયો હતો. શરૂઆતમાં સપ્ટેમ્બર 2025માં આરોપીઓએ ફરિયાદી પાસેથી સોનાની વીંટીઓ અને અન્ય દાગીના બનાવી તેના બદલામાં 24 કેરેટ સોનાના બિસ્કિટ આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતી લીધો હતો. જ્યારે ફરિયાદીએ લાંબા ગાળાના ધંધા માટે કરાર કરવાનું કહ્યું ત્યારે આરોપીઓએ વિશ્વાસની વાતો કરી કરાર કરવાનું ટાળ્યું હતું. આ રીતે આરોપીઓએ અવારનવાર લેવડદેવડ કરી ફરિયાદીને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ લીધા હતા.આ પછી તારીખ 14 ડિસેમ્બર 2025એ આરોપી દિપેને 12 સેટ સોનાના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો. 48 લાખના દાગીના સાથે આરોપીઓ રફુચક્કર વિશ્વાસ રાખીને 23 ડિસેમ્બરે 2025એ સાંજે ફરિયાદી પોતાના કારીગર સાથે 332.350 ગ્રામ વજનના 6 સેટ આરોપીઓની દુકાને આપવા ગયા હતા, જ્યાં ખુશ્બુ સોનીએ કાચી રસીદ આપી હતી અને આરોપીઓએ સોનાના બિસ્કિટ બીજે દિવસે આપવાનો વાયદો કર્યો હતો. તે જ દિવસે રાત્રે પાર્થ સોની કાલુપુરની દુકાને આવીને બાકીના દાગીના એટલે કે પેન્ડલ, મંગળસૂત્ર અને કાનની સેર વગેરે મળીને બીજું 143.92 ગ્રામ વજનનું સોનું લઈ ગયો હતો.અગાઉના બાકી હિસાબ સહિત કુલ 486.27 ગ્રામ સોનાના દાગીના, જેની અંદાજિત કિંમત રૂપિયા 48,60,000 થાય છે, તે આરોપીઓ લઈ ગયા હતા. બીજા દિવસે તારીખ 24 ડિસેમ્બરે 2025એ ફરિયાદીએ પેમેન્ટ માટે ફોન કર્યા ત્યારે આરોપીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને દુકાન પણ બંધ કરીને જતા રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના દિવસે શેરબજારમાં આજે 1 કલાક ટ્રેડિંગ:સેન્સેક્સ 350 અંક વધીને 81350 પર પહોંચ્યો, નિફ્ટી લગભગ 100 અંક ઉપર; મેટલ શેરોમાં ખરીદી
    Next Article
    પાટણના વેપારીઓએ નવા ચોપડા ખરીદી પૂજન કર્યું:દિવાળીના શુભ મુહૂર્તમાં બજારો અને પેઢીઓમાં શારદા પૂજન; મહાલક્ષ્મી માતાનાં દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment