Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ફાયર સેફ્ટી અભિયાન તેજ, 86 લોકોને તાલીમ અપાઈ:એક સપ્તાહમાં 7 આગ પર કાબૂ, નિયમો પાલન માટે તપાસ

    एक दिन पहले

    મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ 24 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ફાયર સેફ્ટી અંગે વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. આ એક સપ્તાહમાં કુલ 86 લોકોને ફાયર પ્રિવેન્શન અને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મેળવનારાઓમાં 2 હોસ્પિટલના 17 સ્ટાફ, 3 ઇન્ડસ્ટ્રીઝના 51 કર્મચારીઓ, 1 પેટ્રોલ પંપના 8 કર્મચારીઓ અને 1 કોમર્શિયલ સંસ્થાના 10 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો અને ઇમરજન્સી સમયે જાન-માલનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત, ફાયર સેફ્ટી પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને સિસ્ટમ ઇન્સ્ટોલેશનની તપાસ કરવામાં આવી હતી. જ્યાં જરૂરી સુવિધાઓમાં ખામીઓ જોવા મળી, ત્યાં સંબંધિત બિલ્ડિંગોને નોટિસ પાઠવી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી 4 અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે. અગ્નિશમન શાખાના જણાવ્યા મુજબ, આ અભિયાનનો ઉદ્દેશ્ય ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો પણ છે. આ સમયગાળા દરમિયાન, મોરબી શહેરમાં 1 રેસ્ક્યૂ કોલ અને 7 અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) અને આધુનિક સાધનોની મદદથી આ તમામ ઘટનાઓમાં સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈપણ આગની ઘટના કે ઇમરજન્સી સમયે, નાગરિકોને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફોન નંબર, અથવા 112 પર તાત્કાલિક સંપર્ક કરવા ચીફ ફાયર ઓફિસર, મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં મેઘરાજાની જોરદાર બેટિંગ:સુરતમાં રસ્તાઓ ભૂગર્ભમાં ધસ્યા; આજે 4 જિલ્લામાં રેડ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી
    Next Article
    મોરબીમાં 7 દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન’ શરૂ:મુખ્યમંત્રીના રાજ્યવ્યાપી લોન્ચિંગનું જીવંત પ્રસારણ, મેયર-ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment