Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી વન-ડેમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને 86 રનથી હરાવ્યું:21 વર્ષ પછી કાંગારૂ ટીમ સામે બીજી જીત મળી; નાહિદ રાણાએ 4 વિકેટ ઝડપી

    1 week ago

    બાંગ્લાદેશે મીરપુરમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને ડકવર્થ-લુઈસ (DLS) નિયમ હેઠળ 86 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ઇતિહાસમાં બાંગ્લાદેશની આ માત્ર બીજી જીત છે. આ પહેલા વર્ષ 2005માં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને પહેલીવાર કોઈ વન-ડે મેચમાં હરાવ્યું હતું. આ મેચમાં લગભગ ચાર વર્ષ પછી વન-ડે ક્રિકેટમાં કમબેક કરી રહેલા મોસાદ્દેક હુસૈને પહેલા બેટિંગમાં અણનમ 86 રનની ઇનિંગ રમી અને બાદમાં બોલિંગમાં પણ 2 વિકેટ ઝડપી. જ્યારે, નાવેદ રાણાએ 4 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાની ટીમ ગયા અઠવાડિયે પાકિસ્તાન સામે 2-1થી વન-ડે સિરીઝ હાર્યા બાદ અહીં પહોંચી છે, જ્યાં તેમને પહેલી મેચમાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો. ખરાબ લાઇટ અને વરસાદને કારણે મેચ અટકી ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 284 રન બનાવ્યા હતા. જવાબમાં 285 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 42.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શકી હતી કે ત્યારે જ મેદાન પર વીજળીના કડાકા અને વરસાદને કારણે રમતને રોકવી પડી. રમત ફરી શરૂ ન થવાની સ્થિતિમાં ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 86 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીન 52 રન બનાવીને અણનમ રહ્યો. મોસાદ્દેક હુસૈનનું શાનદાર કમબેક, શાંતો અને તન્ઝીદની પણ ફિફ્ટી ચાર વર્ષ પછી ટીમમાં પરત ફરેલા મોસાદ્દેક હુસૈન બાંગ્લાદેશની જીતના સૌથી મોટા હીરો રહ્યો. તેણે માત્ર 70 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 86 રન ફટકાર્યા. જોકે, આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફિલ્ડરોએ તેને ત્રણ જીવનદાન પણ આપ્યા. કૂપર કોનોલી, ઓલિવર પીક અને એડમ ઝમ્પાએ તેના કેચ છોડ્યા, જેનો મોસાદ્દેકે પૂરો ફાયદો ઉઠાવ્યો. તેના સિવાય કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 67 અને ઓપનર તન્ઝીદ હસને 54 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 38 રન આપીને 3 વિકેટ લીધી. ખેલાડીઓની ચુસ્ત ફિલ્ડિંગ ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ઇનિંગ્સના પહેલા જ બોલ પર ઓપનર મેથ્યુ શોર્ટને તસ્કીન અહેમદે બોલ્ડ કર્યો. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા માર્નસ લાબુશેન પણ માત્ર 1 રન બનાવીને મુસ્તફિઝુર રહેમાનનો શિકાર બન્યો. પાકિસ્તાન સામેની છેલ્લી સિરીઝમાં 0, 5 અને 19 રન બનાવનાર લાબુશેનનો ફ્લોપ શો અહીં પણ ચાલુ રહ્યો. મિડલ ઓર્ડરમાં કૂપર કોનોલી (35)એ કેપ્ટન જોશ ઇંગ્લિસ (19) અને એલેક્સ કેરી (47) સાથે નાની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ટીમને સંકટમાંથી બહાર કાઢી શક્યો નહીં. નાહિદ રાણાની 140 કિમી/કલાકની ઝડપથી બોલિંગ બાંગ્લાદેશના યુવા ઝડપી બોલર નાહિદ રાણાએ પોતાની ગતિથી ઓસ્ટ્રેલિયન બેટર્સને ખૂબ પરેશાન કર્યા. સતત 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપથી બોલિંગ કરતા રાણાએ 41 રન આપીને 4 વિકેટ ઝડપી. તેણે પોતાના બીજા સ્પેલમાં ઘાતક બોલિંગ કરતા ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી. મોસાદ્દેક હુસૈને પણ કસીને બોલિંગ કરી અને પોતાના 10 ઓવરના કોટામાં માત્ર 37 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી. 15 વર્ષ પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરા 15 વર્ષ પછી બાંગ્લાદેશના પ્રવાસે કોઈ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ રમી રહી છે. સિરીઝની પ્રથમ મેચ જીતીને બાંગ્લાદેશે 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બાકીની બંને મેચ પણ મીરપુરના આ જ મેદાન પર ગુરુવાર અને રવિવારે રમાશે.
    Click here to Read More
    Previous Article
    Why Congress leader Meenakshi Natarajan’s Rajya Sabha nomination from Madhya Pradesh was rejected
    Next Article
    કર્ણાટકના CM શિવકુમારે સફરજન ખાઈને ભીડ પર ફેંક્યાં:ભાજપે કહ્યું- આ વર્તન કોંગ્રેસની વિચારસરણીનો અરીસો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment