Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને યુવક સાથે 8.50ની ઠગાઈ:પિતા પુત્રની યુવકને ધમકી; 'મારી ઉપર સુધી પહોંચ છે, પોલીસ કે કોર્ટનો ડર નથી, જે કરવું હોય તે કરી લો, તારું ભવિષ્ય બગાડી દઈશ

    2 days ago

    વિદેશમાં વર્ક પરમિટ માટે મોકલવાની લાલચ આપીને વડોદરા નજીક આવેલ આજોડના યુવક પાસેથી 8.50 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી છે. યુવકે રૂપિયા પરત માંગતા બંને આરોપીઓએ મારી ઉપર સુધી પહોંચ છે, પોલીસ કે કોર્ટનો કોઈ ડર નથી, જે કરવું હોય તે કરી લો, તને કોઈ દેશમાં જવા નહીં દઉં અને તેનું ભવિષ્ય બગાડી દઈશ તેવી ધમકી આપી હતી. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના આજોડ ખાતે રહેતા યશ ધવલભાઈ મહેતાએ વિદેશ જવા માટે વર્ષ 2023માં પોતાના મિત્ર મારફતે કશ્યપ જિજ્ઞાસુ પટવાનો સંપર્ક કર્યો હતો. કશ્યપે પોતાના પિતા અને તિરુપતિ કન્સલ્ટન્સીના જિજ્ઞાસુ પિયુષ પટવા દ્વારા કેનેડા વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. આરોપીઓએ વિશ્વાસમાં લઈને જરૂરી દસ્તાવેજો મંગાવી પ્રોસેસ શરૂ કરવાની વાત કરી હતી અને 8.50 લાખ વસૂલ કર્યા હતા. આરોપીઓએ વર્ક પરમિટ વિઝા થઈ જશે તેવી ખાતરી આપી હતી, પરંતુ વારંવાર પૂછપરછ કરતા ખોટા દસ્તાવેજો, નકલી વેબસાઇટ અને બનાવટી ઈમેઇલ બતાવી ત્રણ વર્ષ સુધી તેમને બહાના બતાવ્યા હતા. તેમણે પછી તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ પણ પ્રકારની વિઝા પ્રક્રિયા કરવામાં આવી નથી. તેમણે પૈસા પરત માંગતા આરોપીઓએ ઓફિસમાં બોલાવી બહાના બનાવ્યા અને અંતે રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. આરોપી જિજ્ઞાસુ પટવાએ યુવક અને તેના પરિવારને ધમકી આપી હતી કે મારી પહોંચ ઉપર સુધી છે, પોલીસ કે કોર્ટનો કોઈ ડર નથી, જે કરવું હોય તે કરી લો, યશને કોઈ દેશમાં જવા નહીં દઉં અને તેનું ભવિષ્ય બગાડી દઈશ. આ રીતે આરોપીઓએ વિદેશ મોકલવાના બહાને 8.50 લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી અને રૂપિયા પરત આપ્યા નહોતા અને ધમકી આપતા હતા, જેથી પિતા પુત્ર બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આવી છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નીચે ડોકું કાઢ્યું ને ઉપરથી લિફ્ટ આવી:નર્સનું માથું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, ICUમાં દાખલ; નાસિકની મેડિકલ કોલેજની કંપાવનારી ઘટના
    Next Article
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જવાનગઢ પાટીયા પાસે મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 6 લોકો ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment