Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન્ચના 85 સેકેન્ડ બાદ રોકેટમાં જોરદાર બ્લાસ્ટ, VIDEO:અગનગોળો બન્યો ચીનનું ‘બાહુબલી’ રોકેટ, ઉડાન દરમિયાન ખામી સર્જાતા દુર્ઘટના બની

    1 day ago

    આકાશમાં ઉડાન ભરવાની થોડી જ સેકન્ડો બાદ એક ચીની રોકેટ અગનગોળો બની ગયું. 10 ઓગસ્ટ સોમવારે લોન્ચ થયાની થોડી સેકન્ડો બાદ જ એક ધમાકો થયો અને ચીનનું લોન્ગ માર્ચ-7A રોકેટ બ્લાસ્ટ થઈ ગયું. આ રોકેટની અંદર એક કમ્યુનિકેશન સેટેલાઈટ હતી, જેને અંતરિક્ષમાં મોકલવાની હતી. પરંતુ ઉડાન દરમિયાન તેમાં કોઈ ખામી આવી અને મિશન અસફળ રહ્યું. ન્યૂઝ એજન્સી AFPના રિપોર્ટ પ્રમાણે ચીનના સરકારી મીડિયાએ આને ઉડાન દરમિયાન આવેલી કોઈ ખામી ગણાવી છે. જોકે, જે વીડિયો સામે આવ્યો છે તેમાં રોકેટ હવામાં જ બ્લાસ્ટ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. ચીન છેલ્લાં થોડા વર્ષોથી પોતાના અંતરિક્ષ કાર્યક્રમ પર અબજો ડોલર ખર્ચ કરી રહ્યું છે. તેનો ટાર્ગેટ છે કે તે અમેરિકાને પાછળ છોડીને અંતરિક્ષના ક્ષેત્રમાં સૌથી મોટી તાકાત બની જાય. ઉડાન વખતે ખામી સર્જાઈ સોમવારે આ ઘટના ચીનના દક્ષિણ પ્રાંત હૈનાનમાં થઈ. અહીંના વનચાંગ સ્પેસ લોન્ચ સેન્ટરથી રાતે 8 વાગીને 2 મિનિટ પર લોંગ માર્ચ-7A રોકેટને લોન્ચ કરવામાં આવ્યું. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે, રોકેટની અંદર ઝોંગશિંગ-4બી સંચાર ઉપગ્રહ(કમ્યુનિકેશન સેટેલાઇટ) હતી. શિન્હુઆએ જણાવ્યું કે ઉડાન દરમિયાન રોકેટમાં કોઈક ખામી સર્જાઈ. જોકે, આ ખામી કયા કારણોસર બની તેની તપાસ ચાલી રહી છે. સિંગાપોરના ચેનલ ન્યૂઝએશિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં દાવો કર્યો કે રોકેટ હવામાં બ્લાસ્ટ થઈ ગયું. ચેનલે ઘટનાસ્થળનો વીડિયો પણ શેર કર્યો. જેમાં મોટી સંખ્યામાં લોકો આકાશ તરફ જોતા જોવા મળી રહ્યા છે, જ્યાં આગનો એક મોટો ગોળો દેખાઈ રહ્યો છે. હૈનાનના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લોન્ચના થોડા કલાકો પછી શેર કરવામાં આવેલા અન્ય વીડિયોમાં પણ રોકેટને ઉડાન ભર્યાના લગભગ 85 સેકન્ડ પછી આગની જ્વાળાઓમાં બદલાતા જોવામાં આવ્યું. ત્યારબાદ આકાશમાં ધુમાડાનો મોટો ગુબાર દેખાયો અને રોકેટના ટુકડા જમીન તરફ પડતા જોવા મળ્યા. અહીં જુઓ સંપૂર્ણ વીડિયો ચંદ્ર પર માણસ મોકલવાની તૈયારી ચીને જુલાઈમાં જ પહેલીવાર એક એવા રોકેટને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછું લેન્ડ કરાવ્યું હતું, જેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. ચીનની અંતરિક્ષ એજન્સી અનુસાર, આ તેના અંતરિક્ષ કાર્યક્રમ માટે મોટી સફળતા હતી. આવા રોકેટોનો ફરીથી ઉપયોગ થવાથી અંતરિક્ષમાં લોન્ચ કરવાનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે. ચીનનું લક્ષ્ય વર્ષ 2030 પહેલા તેના અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર ઉતારવાનો છે. આ દોડમાં અમેરિકા પણ સામેલ છે અને તે તેના આર્ટેમિસ કાર્યક્રમ દ્વારા ચંદ્ર પર માણસો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. SpaceX ના CEO ઈલોન મસ્કે સોમવારે રોકેટના નિષ્ફળ લોન્ચિંગ સંબંધિત એક પોસ્ટ X પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રોકેટ બનાવવું ખૂબ મુશ્કેલ કામ છે. તેમણે એમ પણ કહ્યું, “આશા છે કે તેઓ જલ્દી આ સ્થિતિમાંથી બહાર નીકળી જશે.”
    Click here to Read More
    Previous Article
    मॉनसून लव पर थॉमसन एंड्रयूज का खूबसूरत गाना रिलीज, ‘ओ हसीन’ आपको भी दिलाएगा पुराने प्यार की याद
    Next Article
    શહેરામાં 5 ઇંચથી જળબંબાકાર, કોઠંબામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ:અમદાવાદમાં પાણી ભરાયા, 1 વાગ્યા સુધી 30થી વધુ જિલ્લામાં ધોધમારની આગાહી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment