Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરામાં 5 ઇંચથી જળબંબાકાર, કોઠંબામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ:અમદાવાદમાં પાણી ભરાયા, 1 વાગ્યા સુધી 30થી વધુ જિલ્લામાં ધોધમારની આગાહી

    2 days ago

    સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં 5 ઇંચ તો મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. છેલ્લી બે કલાકમાં મહીસાગરના કોઠંબામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. 1 વાગ્યા સુધી ભારે વરસાદી આગાહી, ઓરેન્જ-યલો એલર્ટ જારી બપોરના એક વાગ્યા સુધી 13 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ જારી કરાયું છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને 41 કિમી પ્રતિ કલાકથી પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા છે. જ્યારે જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લામાં યલો અલર્ટ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદ-ગાંધીનગરમાં મેઘમહેર, રસ્તાઓ પર પાણી ભરાતા હાલાકી અમદાવાદ શહેરમાં વહેલી સવારે 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરામાં વરસાદનું જોર વધુ રહ્યું. વરસાદના કારણે સોલા, એસ.જી. હાઇવે અને નિકોલમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ભારે વરસાદથી એસ.જી. હાઇવે પર હાઇકોર્ટ ઓવરબ્રિજ નજીક મોટો ભૂવો પડતાં AMC દ્વારા વિસ્તાર કોર્ડન કરાયો છે. ગાંધીનગર શહેર અને કલોલમાં પણ વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના વરસાદની તસવીરો મહીસાગર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને કોઠંબાના રાબડીયા ગામે કાચું મકાન ધરાશાયી થયું છે. બીજી તરફ વાવ-થરાદ, અમરેલી અને છોટાઉદેપુર પંથકમાં એક અઠવાડિયાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતાં સુકાઈ રહેલા ખરીફ પાકોને નવજીવન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અંબાલાલ પટેલની આગાહી, ઓગસ્ટમાં ઝાપટાં બાદ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 13 ઓગસ્ટ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ વરસાદ થઈ શકે છે. 14 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં સર્જાનારી લો પ્રેશર સિસ્ટમથી 17 થી 19 ઓગસ્ટ અને 22-23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી ઝાપટાં વધશે. આ ઉપરાંત, 31 ઓગસ્ટથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસતાં વરસાદની શક્યતા સાથે સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    લોન્ચના 85 સેકેન્ડ બાદ રોકેટમાં જોરદાર બ્લાસ્ટ, VIDEO:અગનગોળો બન્યો ચીનનું ‘બાહુબલી’ રોકેટ, ઉડાન દરમિયાન ખામી સર્જાતા દુર્ઘટના બની
    Next Article
    મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો:વાહક જન્ય રોગ નિયંત્રણ માટે એક અઠવાડિયામાં 1.30 લાખથી વધુ ઘરોની સર્વેલન્સ, મેલેરિયા માટે લેવાયેલા 1572 લોહીના નમૂનાઓમાંથી એક પણ કેસ પોઝિટિવ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment