Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રાજકોટમાં ફૂડ સેમ્પલના રીપોર્ટ તત્કાલ મેળવવા નવી લેબોરેટરી બનાવવા, રૂ. 85 કરોડથી વધુ આવક મેળવવા જમીન વેચાણ સહિત 32 દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે

    1 day ago

    રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાની અધ્યક્ષતામાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાશે. જેમાં રાજકોટમાં ફૂડ સેમ્પલનાં રિપોર્ટ ઝડપી આવે તે માટે ખાસ નવી લેબોરેટરી અને આરોગ્ય કેન્દ્ર બનાવવા તેમજ રૂ. 85 કરોડથી વધુ આવક મેળવવા જેટકોને જમીનનું વેચાણ કરવા, વેરામાં વ્યાજમાફીની યોજના લંબાવવા, અને ન્યારી-1 ડેમની સલામતી માટે રિપોર્ટ કરાવવા, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરવા તેમજ એક્સઆર્મીમેનની ભરતીમાં ઉંમર તેમજ પગારમાં વધારો કરવા સહિતની કુલ 32 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. અદ્યતન ફૂડ લેબોરેટરી અને આરોગ્ય કેન્દ્રનું નિર્માણ રાજકોટમાં નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ વગરનું ખાદ્ય ખોરાક મળી રહે તેમજ ખાદ્ય પદાર્થોના નમૂનાની ચકાસણી માટે અગાઉ સેમ્પલ વડોદરા મોકલવા પડતા હોવાથી લાંબો સમય જતો હતો. આ સમસ્યાના કાયમી નિવારણ માટે હવે પ્રથમ વખત સ્થાનિક કક્ષાએ જ ફૂડ સેમ્પલની ચકાસણી થાય તેવું આયોજન કરાયું છે. આ હેતુસર વોર્ડ નં. 10 માં સયાજી હોટલ પાછળ, ટીઆરપી ગેમઝોન સામે અને દીપવન મેઇન રોડ પર અદ્યતન ફૂડ લેબોરેટરી, આરોગ્ય કેન્દ્ર અને મેલેરીયા ઓફિસનું બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 5.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનું નિર્માણ સુર્યા કોર્પોરેશન નામની એજન્સી દ્વારા કરવામાં આવશે. આ ઇમારત કુલ 2260 ચોરસ મીટર પ્લોટમાં આકાર લેશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આરોગ્ય કેન્દ્ર (10656 ચોરસ ફૂટ), પ્રથમ માળે ફૂડ લેબોરેટરી (17100 ચોરસ ફૂટ) અને બીજા માળે ટેસ્ટિંગ લેબ તેમજ 1000 ચોરસ ફૂટમાં મેલેરીયા ઓફિસ કાર્યરત થશે. આ લેબ શરૂ થવાથી ભેળસેળિયા ફૂડના રિપોર્ટ તત્કાલ મળશે અને કાયદેસરની કાર્યવાહીમાં ઝડપ આવશે. જેટકોને જમીન વેચાણથી ફાળવતા રૂ. 85 કરોડથી વધુની આવક થશે શહેરમાં વીજળીની વધતી માગને પહોંચી વળવા માટે મુંજકા વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા નવા સબ-સ્ટેશન ઊભા કરવા માટે બે પ્લોટ વેચાણથી આપવાની દરખાસ્ત મુકાઈ છે. આ બંને પ્લોટનું કુલ ક્ષેત્રફળ 9091 ચોરસ મીટર છે, જે જેટકોને વેચાણથી આપવાથી કોર્પોરેશનને કુલ રૂ. 85,84,67,500 (અંદાજે રૂ. 85.84 કરોડ) ની જંગી આવક પ્રાપ્ત થશે. જેમાં સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસે આવેલો 4208 ચોરસ મીટરનો પ્લોટ પ્રત્યે ચોરસ મીટર રૂ. 66,500ના ભાવે ફાળવાશે. અને જય ગણેશ ટોયોટો વર્કશોપ સામે રીંગરોડ-2 પર આવેલો 4883 ચોરસ મીટરનો પ્લોટ પ્રત્યે ચોરસ મીટર રૂ. 1,18,500ના ભાવે ફાળવાશે. વેરામાં વ્યાજમાફીની યોજના લંબાવી નાગરિકોને રાહત આપવા માટે મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરો અને પાણીના ચાર્જની વસૂલાત માટે અમલમાં મૂકવામાં આવેલી વ્યાજમાફીની યોજનાની મુદત આગામી ત30 નવેમ્બર, 2026 સુધી લંબાવવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. આ યોજના અંતર્ગત જો મુદ્દલ કરતા વ્યાજ વધુ હોય તો ફક્ત મુદ્દલ જેટલી જ રકમ વસૂલવાની ખાસ યોજનાનો લાભ કરદાતાઓને મળશે. ન્યારી-1 ડેમની સલામતી અને હેલ્થ રિપોર્ટ રાજકોટમાં પાણીના મહત્વપૂર્ણ સ્રોત સમાન ન્યારી-1 ડેમની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કરવા અને કેન્દ્ર સરકાર માન્ય 'કોમ્પ્રિહેન્સિવ ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલ' મારફતે ચકાસણી કરાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ડેમ સેફ્ટી એક્ટની જોગવાઈઓ અનુસાર ડેમની સલામતી, માટી અને કોંક્રિટના બાંધકામની સ્થિતિ, મિકેનિકલ તથા ઇલેક્ટ્રિકલ સાધનોની કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન યોજનાની સમીક્ષા કરી વિસ્તૃત 'હેલ્થ રિપોર્ટ' તૈયાર કરાશે. સફાઈ, વાહનોની ખરીદી અને અન્ય મહત્વપૂર્ણ વિકાસ કાર્યો શહેરના મુખ્ય માર્ગોની રાત્રિ દરમિયાન સફાઈ કરવા માટે ટ્રક માઉન્ટેડ મિકેનિકલ પાવર રોડ વેક્યુમ સ્વીપિંગ મશીનનો 3 વર્ષનો રેટ કોન્ટ્રાક્ટ અંદાજે રૂ. 11 કરોડના ખર્ચે કરાશે, તેમજ વધુ 10 વેક્યુમ સ્વીપિંગ મશીન ખરીદવા માટે જાળવણી સહિતનો રૂ. 24.32 કરોડનો કોન્ટ્રાક્ટ અપાશે. વોર્ડ નં. 2 માં રંગ ઉપવન સોસાયટીના ગેટ પાસે પોલીસ રાવટી ઊભી કરવા માટે મનપા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે. ડ્રેનેજ શાખા માટે 3 જેટિંગ મશીનવાળા વાહનો, ગાર્ડન શાખા માટે 3 હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાહનો, દબાણ હટાવ વિભાગ માટે 2 ટ્રક, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 2 ડિઝલ ડિસ્પેન્સર યુનિટ અને 5 ટ્રક માઉન્ટેડ મિકેનિકલ સ્વીપિંગ મશીનો ખરીદાશે. મનપાના દવાખાના અને આરોગ્ય શાખાઓમાંથી નીકળતા બાયોમેડિકલ વેસ્ટના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે રૂ. 13.39 લાખનો ખર્ચ કરાશે. વોર્ડ નં. 12 માં ભૂગર્ભ ગટરની ફરિયાદોનો નિકાલ, વોર્ડ નં. 16 માં કોઠારિયા રોડ ફાયર સ્ટેશનનું નવીનીકરણ તથા સાધુ વાસવાણી રોડથી ગંગોત્રી રોડ સુધીના વિસ્તારમાં રસ્તાની સાઈડ સોલ્ડરમાં પેવિંગ બ્લોક નાખવાના કામો મંજૂર કરાશે. એક્સ આર્મીમેનની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જગ્યાઓની વયમર્યાદા 45 વર્ષથી વધારીને 52 વર્ષ કરવાની અને માસિક ફિક્સ પગાર રૂ. 25,000 થી વધારીને રૂ. 35,000 કરવાની દરખાસ્ત પર પણ નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    दिल्ली में आंधी-बारिश का ऑरेंज अलर्ट, नोएडा-गाजियाबाद से गुरुग्राम तक तेज बरसात, हरियाणा-हिमाचल तक बदला मौसम
    Next Article
    મોરબીમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું ભોજન કેન્દ્ર શરૂ થશે:ત્રાજપર ચાર રસ્તા પાસે શ્રમિકોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન, કાંતિલાલ અમૃતિયા કરશે લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment