Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંટના ધંધાર્થી પાસે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:રાજકોટના યુવાને 85 લાખના બદલામાં 1.14 કરોડ ચૂકવ્યા છતા પૈસાની માંગણી ચાલુ, 6 શખસો સામે મનીલેન્ડ એક્ટનો ગૂનો નોંધાયો

    13 hours ago

    રાજકોટના નવાગામના ઇંટનો ધંધાર્થી યુવાન વ્યાજંકવાદમાં ફસાયો હતો. યુવાને વ્યવસાયના કામ રૂ .85 લાખ વ્યાજે લીધા બાદ 1.14 કરોડ ચૂકવી દીધા હતા. આમ છતા વ્યાજખોરો દ્વારા વ્યાજ અને મૂડીની માગણી કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત 6 શખ્સો સામે મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી નવાગામમાં સમજુ પાર્કમાં રહેતાં મૂળ ચુનારાવાડના દેવેન્દ્રભાઇ હરેશભાઇ મંડલી (ઉ.વ 42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહેશ નરસંગ રાઠોડ (રહે.ભીચરી), રાજુ ભલસોડ (રહે. ચુનારાવાડ શેરી નં.02), નાગદાન આહીર (રહે. રાજપીપળા), મુન્ના ફુલવાળાની પત્ની (રહે. ચુનારાવાડ), રાજુ મહાકાળી પાનવાળો (રહે. દૂધની ડેરી પાસે) અને રાકેશ કાના રમેશ ગોસ્વામી (રહે. કુવાડવા રોડ)નું નામ આપતાં થોરાળા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 27 લાખ ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોરે વધુ પૈસાની માગ કરી ફરિયાદીએ જણાવ્યું હતુ કે, તેમને ઇંટના ભઠ્ઠાનો ધંધો હોય વર્ષ 2018માં ધંધામાં ખોટ આવતા જેની પાસેથી માટી મંગાવતા હતા તે ભીચરી ગામના મહેશ રાઠોડ પાસેથી 8 લાખ 2 ટકા વ્યાજ લીધા હતા. જે બાદ વધુ રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. આમ કુલ 13 લાખના 2 ટકા વ્યાજ લેખે દર મહિને 26 હજાર રોકડ ચૂકવતો હતો અને અત્યાર સુધીમાં 27 લાખ ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોર વ્યાજ અને મૂડીની માંગણી કરી ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડના રાજુ ભલસાડ પાસેથી 7 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા, જેને આજદિન સુધીમાં 9 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. વર્ષ 2020માં નાગદાન આહીર પાસેથી 8 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા બાદમાં વધુ જરૂર પડતા કુલ 13 લાખ તેમની પાસેથી વ્યાજે લીધા હતા જેના બદલામાં 13 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. દર મહિને અઢી ટકા વ્યાજ યુવાન ચૂકવતો હતો આ ઉપરાંત યુવાને ચુનારાવાડ-1માં રહેતા મુન્ના ફુલવાળા પાસેથી વર્ષ 2018માં 4 લાખ વ્યાજ આજે લીધા હતા, જેનું દર મહિને અઢી ટકા વ્યાજ યુવાન ચૂકવતો હતો. એક વર્ષ પહેલા મુન્નાભાઈનું અવસાન થતાં મુન્નાભાઈની પત્નીનો ફોન આવ્યો હતો અને હવે વ્યાજ અને મૂડી બંને આપવું પડશે તેમ કહ્યું હતુ. આ ઉપરાંત વર્ષ 2021માં રાજુભાઈ મહાકાળી પાનવાળા પાસેથી યુવાને 13 લાખ 5 ટકા વ્યાજ લીધા હતા 2021 સુધી રાજુભાઈને વ્યાજની રકમ 15 લાખ આપી દીધી હોવા છતાં તે મૂડી અને વ્યાજની માંગણી કરી ધમકીઓ આપે છે. 2022માં ધંધાના કામ માટે રૂપિયા 14 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા આ સાથે જ યુવાને પાડોશમાં રહેતા રાકેશભાઈ ઉર્ફે કાના કાનાભાઈ ગોસ્વામી પાસેથી વર્ષ 2022માં ધંધાના કામ માટે રૂપિયા 14 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વધુ જરૂરિયાત પડતા કુલ 35 લાખ તેમની પાસેથી 5 ટકા વ્યાજ લીધા હતા. જેમાં આજદિન સુધીમાં 50 લાખ વ્યાજ ચૂકવી દીધું હોવા છતા વ્યાજખોરો ધમકીઓ આપવા લાગ્યા હતાં. જેથી યુવાને આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    RJ આભાને કોંગ્રેસે રાજકોટ મનપાની ટિકિટ આપી:બળવાના ડરે કોંગ્રેસે અંતિમ ઘડી સુધી યાદી જાહેર કરવાનું ટાળ્યું, ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાશે
    Next Article
    સુરત મનપા ચૂંટણી, આજે 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા:ભાજપમાં 'સસ્પેન્સ' યથાવત રહેતા છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા 30 લીગલ એડવાઈઝરની ફોજ તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment