Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણી, આજે 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા:ભાજપમાં 'સસ્પેન્સ' યથાવત રહેતા છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા 30 લીગલ એડવાઈઝરની ફોજ તૈનાત

    14 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં શુક્રવાર રાત્રે 8 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપના ઉમેદવારોના નામ જાહેર ન થતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સહિતના 64 ઉમેદવારોએ આજે શુક્રવારે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપે છેલ્લી ઘડીની દોડધામને પહોંચી વળવા માટે ખાસ લીગલ પેનલ તૈયાર કરી છે. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય તે માટે લીગલ એડવાઈઝરની પેનલ તૈયાર સુરત ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભારે ગુપ્તતા જાળવવામાં આવી છે. શુક્રવારે રાત્રે 8:30 વાગ્યા સુધી સત્તાવાર યાદી ન આવતા એક પણ ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. જોકે, સંગઠન દ્વારા આંતરિક રીતે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લી ઘડીએ નામ જાહેર થાય અને ફોર્મ ભરવામાં કાયદાકીય ટેક્નિકલ ભૂલ ન રહી જાય તે માટે વોર્ડ દીઠ ખાસ લીગલ એડવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે. ચાર ઉમેદવારો વચ્ચે એક લીગલ એક્સપર્ટની ફાળવણી કરવામાં આવી છે, જેઓ રાતભર ઉમેદવારોના એફિડેવિટ અને ડોક્યુમેન્ટ્સનું ચેકિંગ કરશે. બીજા દિવસે કુલ 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા શુક્રવારે સુરતના વિવિધ ઝોનલ ઓફિસો ખાતે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ જમા કરાવ્યા હતા. આજે કુલ 64 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેની સાથે છેલ્લા ત્રણ દિવસમાં ફોર્મ ભરનારાઓની કુલ સંખ્યા 74 પર પહોંચી ગઈ છે. શનિવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાજપની યાદી જાહેર થયા બાદ આવતીકાલે ફોર્મ ભરવાનો આંકડો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચવાની શક્યતા છે. યાદી વગર જ અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યા કોંગ્રેસ પક્ષમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રથમ યાદી જાહેર થયા બાદ બીજી સત્તાવાર યાદી જાહેર કરવામાં વિલંબ થયો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોને રૂબરૂ ફોન કરીને ફોર્મ ભરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી. આ આદેશ મળતા જ અનેક કોંગ્રેસી નેતાઓ પોતાની ફાઈલો લઈને કલેક્ટર કચેરી અને ઝોનલ ઓફિસોએ પહોંચી ગયા હતા. કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે, ભાજપની યાદી આવ્યા બાદ જ પોતાની પૂરેપૂરી તાકાત મેદાનમાં ઉતારવી. વોર્ડ નં-2 અમરોલી-મોટા વરાછામાં સૌથી વધુ ફોર્મ ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 2 (અમરોલી-મોટા વરાછા-કઠોર) અત્યારે હોટ ફેવરિટ બન્યો છે. આ વોર્ડમાંથી આજે સૌથી વધુ 10 ફોર્મ ભરાયા છે. આમ આદમી પાર્ટી તરફથી પરિમલ કાણાની, દયાબેન પાનસુરીયા, કિરણબેન મેઘાણી, જ્યોત્સનાબેન સુતરીયા, તુલસી લાલલીયા અને નયનાબેન ગાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. તો સામા પક્ષે કોંગ્રેસમાંથી અરવિંદ પગદાર, પંકજ સરખેડીયા અને પ્રવિણા ખેની જેવા નામો મેદાનમાં આવતા આ વિસ્તારમાં જંગ રસપ્રદ બનશે તેમ દેખાઈ રહ્યું છે. શનિવારે ભાજપના તમામ ઉમેદવારો એકસાથે શક્તિ પ્રદર્શન કરશે ભાજપની પરંપરા મુજબ છેલ્લી ઘડીએ જ ઉમેદવારો નક્કી કરવામાં આવે છે, જેથી બળવો કે આંતરિક જૂથવાદ રોકી શકાય. મોડી રાત્રે યાદી ફાઈનલ થયા બાદ તમામ 120 બેઠકો પર ભાજપના ઉમેદવારો શનિવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ભાજપે દરેક વોર્ડમાં જંગી રેલીઓ અને ઢોલ-નગારા સાથે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, આવતીકાલનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ સુરતમાં ત્રિકોણીય મુકાબલો જામશે જેની સીધી અસર સુરતના મતદારો પર પડશે. આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ તેજ બનશે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ સુરત શહેર અને જિલ્લામાં પ્રચારનો ધમધમાટ શરૂ થશે. આ વખતે સોશિયલ મીડિયાથી લઈને પદયાત્રાઓ સુધીના કાર્યક્રમોની હારમાળા સર્જાશે. ભાજપ પોતાના વિકાસના મોડલ સાથે, કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો સાથે અને આમ આદમી પાર્ટી 'પરિવર્તન'ના નારા સાથે મેદાનમાં છે. અનેક બેઠકો પર ચતુષ્કોણીય મુકાબલા સર્જાવાની પણ પૂરી શક્યતા છે, જેને કારણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણી ઐતિહાસિક સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઇંટના ધંધાર્થી પાસે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:રાજકોટના યુવાને 85 લાખના બદલામાં 1.14 કરોડ ચૂકવ્યા છતા પૈસાની માંગણી ચાલુ, 6 શખસો સામે મનીલેન્ડ એક્ટનો ગૂનો નોંધાયો
    Next Article
    અમદાવાદના 50થી વધુ વેપારી સાથે ઠગાઇ આચરનાર ઝડપાયો:પેમેન્ટના ખોટા સ્ક્રીન શોર્ટથી ઠગાઈ કરતો, નવરાત્રીમાં પાર્ટી પ્લોટોના પાસ પણ લીધા'તા; 10.87 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment