Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લા પંચાયતમાં 84.49 ટકા મતદાન:રાજપીપલા નગરપાલિકામાં 75.62, તાલુકા પંચાયતોમાં સાગબારા તાલુકો 87.14 ટકા મતદાન સાથે મોખરે

    17 hours ago

    નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-2026નો જંગ ભારે ઉત્સાહ સાથે પૂર્ણ થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકા માટે યોજાયેલા મતદાનમાં મતદારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. વહીવટી તંત્રના સુવ્યવસ્થિત આયોજનને કારણે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. નર્મદા જિલ્લા પંચાયતમાં 84.49 ટકા મતદાન નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નર્મદા જિલ્લા પંચાયત માટે પુરુષ 2,09,900 અને સ્ત્રી 2,05,762 મતદારો થઈને કુલ 4,15,662 મતદારોમાંથી અંદાજિત 3,51,201 મતદારોએ મતદાન કર્યું છે, જેની ટકાવારી 84.49% થાય છે. રાજપીપલા નગરપાલિકામાં 75.62 ટકા મતદાન રાજપીપલા નગરપાલિકાના 7 વોર્ડની 26 બેઠકો માટે કુલ 24,058 મતદારો નોંધાયા હતા. શહેરી વિસ્તાર હોવા છતાં અહીં નોંધપાત્ર 75.62% (18,193 મતો) મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતવાર મતદાનની સ્થિતિ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં પણ મતદાનનો આંકડો ઘણો ઊંચો રહ્યો છે, જેમાં સાગબારા તાલુકો 87.14% સાથે મોખરે રહ્યો છે. નર્મદામાં જિલ્લા પંચાયતની 22, તાલુકા પંચાયતની 102 અને રાજપીપળા નગરપાલિકાની 26 બેઠક માટે મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં 22 જિલ્લા પંચાયત અને 102 તાલુકા પંચાયતોની અને રાજપીપળા નગરપાલિકાની 2 બિનહરીફ થતા 26 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજપીપલા નગરપાલિકા ચૂંટણી માટે કુલ 29 મતદાન મથકો અને 29 મતદાન મથકો તથા જિલ્લા તાલુકાના પંચાયત ચૂંટણી માટે કુલ 607 મતદાન મથકો નિયત કરવામાં આવ્યાં હતા, જેના માટે 3650 કર્મચારીને કામે લેવાયા હતા. જેમાં કુલ 1498 બેલેટ યુનિટ અને 1498 કન્ટોલ યુનિટ તથા નગરપાલિકા મતદાર મંડળ માટે કુલ 53 બેલેટ યુનિટ 45 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યાં હતા. તમામ મતદાન મથકે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પ્રાથમિક દવાઓ, ઓઆરએસ, વાયોટીક દવાઓ સાથેની કીટ તૈયાર કરવામાં આવ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સગીરાની છેડતી મામલે ક્રેડિટ લેવાનો ખેલ થયો હોવાની આશંકા:CCTVમાં કેદ મેહુલ પોલીસ સ્ટેશનમાં શું કરતો હતો?, ભાજપ કાર્યાલય પર હુમલાનું હતું કાવતરું
    Next Article
    To protest merger with newly formed civic body, Mehsana village boycotts voting: ‘Included without our consent’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment