Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો:રૂ. 8.43 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 ઘરફોડ ચોરીના ગુના ઉકેલાયા

    3 दिन पहले

    પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. ગોપીપુરા ચાર રસ્તા પાસેથી સીકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ રૂ. 8.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં ભાવનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં થયેલી કુલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરીના માર્ગદર્શન અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના મુજબ એલસીબીની ટીમ મિલ્કત સંબંધિત ગુનાઓ શોધવા માટે સક્રિય કામગીરી કરી રહી હતી. આ દરમિયાન એલસીબીને હ્યુમન સોર્સિસ મારફતે બાતમી મળી હતી કે અજયસિંહ બીરસિંહ સીકલીગર ચોરીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે વડોદરાથી પાવાગઢ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે હાલોલના ગોપીપુરા ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવી પોલીસે આરોપીને હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી સોનાની ચેન, માળા, ડોકિયું, બુટ્ટીઓ, ચાંદીના દાગીના, રોકડા રૂ. 1.50 લાખ, મોટરસાયકલ અને મોબાઇલ મળી કુલ અંદાજે રૂ. 8.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ખેડબ્રહ્માના મટોડા ગામ, હાલોલના સંતનગર વિસ્તાર તેમજ ભાવનગર શહેરમાં અલગ-અલગ સ્થળોએ સાગરીતો સાથે મળી બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ કબૂલાતના આધારે પંચમહાલ, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લાના કુલ ચાર અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના 87 વર્ષીય દયાળજી ડાંગસીયાની અનોખી ચિત્રસાધના:પૌરાણિક કથાઓ અને લોકસંસ્કૃતિને કેન્વાસ પર જીવંત કરી
    Next Article
    ડોલવણ તાલુકામાં મેઘમહેર:તાપી જિલ્લામાં સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ, તંત્ર હાઈએલર્ટ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment