Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની પુત્રીએ બહેન અને બનેવી સામે ફરિયાદ નોંધાવી:પિતાની જાણ બહાર બેંક ખાતું ખોલાવી વીમા પોલિસીની રકમ ઉપાડીને 8.41 લાખની છેતરપિંડી, મોટી બહેન અને બનેવીએ પિતાના મોબાઇલમાં ગુગલ-પે ચાલુ કરીને નાણાં ટ્રાન્સફર કર્યા

    1 day ago

    વડોદરામાં પિતાની જાણ બહાર તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલાવી તથા મોબાઇલમાં ગુગલ-પે શરૂ કરીને લાખો રૂપિયા સગેવગે કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતાની મોટી પુત્રી અને તેના પતિએ એકબીજાની મદદગારીથી પિતાના બેંક ખાતાંમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.2.13 લાખ તેમજ ત્રણેય બહેનોના નામે પિતાએ ખોલાવેલી ફ્યુચર જનરલી લાઇફ ઇન્શ્યોરન્સની અલગ-અલગ પોલિસીમાંથી રૂ.6.28 લાખ મળી કુલ રૂ.8.41 લાખની રકમ ઉપાડી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે નાની પુત્રીએ બહેન અને બનેવી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સિંધવાઈ માતા રોડ પર આવેલા ક્રિષ્ના ફ્લેટમાં રહેતા પ્રીતિબેનના પિતા ગોપાલભાઈ માળી ઓએનજીસીના ડીઝલ વર્કશોપમાંથી વર્ષ 2018માં નિવૃત્ત થયા હતા. તેમના પિતાના SBI અને કોટક મહિન્દ્રા બેંકમાં ખાતાં હતાં. પિતાએ ત્રણેય દીકરીઓના નામે ફ્યુચર જનરલી લાઇફ ઇન્શ્યોરન્સની પોલિસી ખોલાવી હતી અને ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂ.18 લાખ જમા કરાવ્યા હતા. પિતાના બેંક ખાતાં અને વીમા પોલિસીની વિગતો મોટી પુત્રી રેખાબેન તથા તેમના પતિ જીગ્નેશભાઈ જાણતા હતા. આ દરમિયાન બંનેએ પિતાની જાણ બહાર તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇન્ડિયન ઓવરસીઝ બેંકની દાંડિયા બજાર શાખામાં ખાતું ખોલાવ્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પિતાના મોબાઇલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતાનો ઉપયોગ કરીને ગુગલ-પે મારફતે SBIમાંથી રૂ.1,78,456 અને કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ.35 હજાર ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, ત્રણેય બહેનોની વીમા પોલિસીમાંથી અલગ-અલગ સમયે કુલ રૂ.6,28,517.46ની રકમ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આમ, પિતાની જાણ બહાર કુલ રૂ.8,41,973.46ની રકમ ઉપાડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પ્રીતિબેને નોંધાવી છે. મકરપુરા પોલીસે રેખાબેન અને તેમના પતિ જીગ્નેશભાઈ સામે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ભાજપના કોર્પોરેટરે અધિકારીને ફટકાર્યો, મેયરે સમાધાન કરાવ્યું:ડ્રેનેજની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી 5થી 7 લોકો એન્જિનિયર પર તૂટી પડ્યા, VIDEO
    Next Article
    ટ્રકના નાણાની લેતીદેતીમાં વૃદ્ધની હત્યા:મોરબીના ટિંબડી ગામે હુમલો કરીને સ્કોર્પિયો ચડાવી; પોલીસે 7 આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment