Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્લેટમાં એકલા રહેતા 84 વર્ષીય વૃદ્ધાની હત્યા:મૃતકનો મોબાઈલ ગાયબ, ફ્લેટને બહારથી તાળું મારી હત્યારો ફરાર; પરીચિત જ હોવાની આશંકા

    1 day ago

    સુરતના નાનપુરા વિસ્તારમાં ટી એન્ડ ટીવી હાઈસ્કૂલની સામે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા 84 વર્ષીય આમેનાબેન મોતીવાલાની તેના જ ફ્લેટમાં હત્યા નિપજાવવામાં આવી. પતિ અને પુત્રના મોત બાદ આમેનાબેન એકલા જ રહેતા હતા. હત્યા બાદ મૃતકનો મોબાઈલ ગાયબ છે. હત્યારો ફ્લેટને બહારથી તાળુ મારી ફરાર થઈ જતા કોઈ નજીકનો જ વ્યકિત હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બહેન સાથે છેલ્લી વાતચીત અને લાશ મળવાની ઘટના આમેનાબેન છેલ્લા દોઢ મહિનાથી નજીકમાં જ વિધનેશ્વર એસ્ટેટમાં રહેતી તેમની નાની બહેન દુરરીયા સિરાજ મોતીવાલા (ઉ.વ. 71)ના ઘરે રહેતા હતા. તેઓ રોજ સવારે પોતાના ફ્લેટ પર જતા અને બપોરે પરત ફરતા. બન્ને બહેનોને મુંબઈ જવાનું હોવાથી આમેનાબેન ગતરોજ સવારે 9:30 વાગ્યે બેગ પેક કરવા પોતાના ઘરે ગયા હતા. બપોરે 2:40 વાગ્યે બહેન સાથે તેમની છેલ્લી વાત થઈ હતી. જોકે, સાંજ સુધી તેઓ પરત ન ફરતા અને મોબાઈલ બંધ આવતા નાની બહેન દુરરીયાબેન તપાસ કરવા ફ્લેટ પર પહોંચ્યા હતા. દરવાજાને બહારથી તાળું હોવાથી ડુપ્લીકેટ ચાવીથી ખોલતા અંદર આમેનાબેનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. ગળું દબાવી અને માથામાં ઘા ઝીંકીને કરાઈ હત્યા વૃદ્ધાની લાશ જોતા જ પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અઠવાલાઇન્સ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી તેમજ માથાના ભાગે કોઈ સાધન વડે ગંભીર ઈજા પહોંચાડવાથી થયું છે. આટલું જ નહીં, હત્યારાના હુમલામાં વૃદ્ધાની છાતીની પાંસળી પણ તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે હત્યા કેટલી ક્રૂરતાપૂર્વક કરવામાં આવી છે. મોબાઈલ ગાયબ, 10 વર્ષથી આવતી કામવાળી શંકાના દાયરામાં હત્યા બાદ હત્યારો ઘરને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હતો અને વૃદ્ધાનો મોબાઈલ પણ ગાયબ છે. ઘરને બહારથી તાળું માર્યું હોવાથી કોઈ પરિચિત વ્યક્તિની જ આ હત્યામાં સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાય રહી છે. બિલ્ડીંગમાં સીસીટીવી ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, પોલીસે વૃદ્ધાને ત્યાં છેલ્લા દસ વર્ષથી ઘરકામ માટે આવતી સઈદા નામની મહિલા ઉપરાંત અન્ય પરિચિત લોકો પર શંકાની સોય તાકીને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. પતિ અને એકમાત્ર પુત્રના મોત બાદ એકલા રહેતા આમેનાબેનનું જીવન અત્યંત દુઃખદ રહ્યું છે. તેમના પતિ અબ્દેઅલીનું 40 વર્ષ અગાઉ હાર્ટએટેકથી અવસાન થયું હતું. જ્યારે તેમના એકમાત્ર અને અપરિણીત પુત્ર શબ્બીરનું પણ વર્ષ 2017માં હાર્ટ એટેકથી જ મૃત્યુ નીપજ્યું હતું. પતિ અને પુત્રની છત્રછાયા ગુમાવ્યા બાદ આમેનાબેન મોનાલીસા એપાર્ટમેન્ટમાં તદ્દન એકલા જ રહેતા હતા. વૃદ્ધાવસ્થામાં એકલવાયું જીવન વિતાવી રહેલા આમેનાબેનની આવી કરુણ હત્યાથી સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    નંદીગ્રામ પેટાચૂંટણીમાં CM શુભેન્દુના PAની માતા ઉમેદવાર:બંગાળના ચૂંટણી પરિણામના બીજા દિવસે ચંદ્રનાથની હત્યા થઈ હતી; CMએ આ બેઠક છોડી
    Next Article
    રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર:દૈનિક પાણી વિતરણ જાળવી રાખવા ન્યારી-1 બાદ હવે આજી-1માં નર્મદાના પાણીની આવક શરૂ, પાણીની કોઈ મુશ્કેલી પડશે ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment