Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવડીમાં 8.36 લાખની ચોરી: આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો:ગામના શખ્સે નળિયા ખોલી રોકડ, દાગીના ચોર્યા

    16 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાવડી ગામે એક ઘરમાંથી ₹8.36 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ ઘટના બે દિવસ પહેલા રાત્રિના સમયે બની હતી. ગાંભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગામના એક શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એ.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, 20 એપ્રિલની રાત્રિએ ખેડૂત જસવંતસિંહ બાલુસિંહ મકવાણાના ઘરમાંથી નળિયા ખોલીને અજાણ્યો શખ્સ પ્રવેશ્યો હતો. તેણે ₹1.72 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹8,36,400નો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીની ઘટના બાદ ગાંભોઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાવડી ગામના સુનીલસિંહ બાદલસિંહ મકવાણાએ આ ચોરી કરી છે અને તેણે ચોરી કરેલો મુદ્દામાલ ડુંગર પર સંતાડ્યો છે. પોલીસે સુનીલસિંહ મકવાણાને પકડીને પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આરોપી સુનીલસિંહની મદદથી ગામ નજીકના ડુંગર પરથી ચોરીનો મુદ્દામાલ પતરાની પેટી સાથે રિકવર કર્યો હતો. રિકવર કરાયેલા મુદ્દામાલમાં ₹1,72,900 રોકડ, એક તોલાનો સોનાનો દોરો, એક સોનાનું લોકેટ, ચાંદીના જૂના રમજા (2 જોડ), ચાંદીના નવા છડા (3 જોડ), એક સોનાની વીંટી, ચાંદીના કડલા (1 જોડ), એક ચાંદીનો જુડો, એક ચાંદીનું મંગળસૂત્ર, સોનાની ચૂની (3 નંગ), ચાંદીના વેઢ (3 જોડ), એક ચાંદીની બુટ્ટી, સોનાની બુટ્ટી (3 જોડ) અને એક પતરાની પેટીનો સમાવેશ થાય છે. કુલ ₹6,63,500ના દાગીના અને ₹1,72,900 રોકડ મળી કુલ ₹8,36,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ ભાજપમાં બળવો::ટિકિટ વહેંચણી વિવાદ, જેઠાભાઈ સોલંકી સહિત 13 નેતા 6 વર્ષ માટે બરતરફ; શિસ્તના નામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’
    Next Article
    ‘You will meet Pansare’: Shiv Sena MLA Sanjay Gaikwad threatens publisher over 38-year-old book on Shivaji Maharaj

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment