Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમનગર અને થલતેજમાં 83.29 કરોડના ટેક્સ ડિફોલ્ટરોની મિલકતો હરાજીમાં:3 માલિકોએ ચેક આપતા હરાજી અટકી, 2 મિલકતો કોર્પોરેશને હસ્તગત લીધી

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન હેઠળ આવતા પોશ વિસ્તારો મેમનગર અને થલતેજમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 83.29 કરોડ રૂપિયાના બાકી ટેક્સ લેણાં પેટે વારંવાર નોટિસ આપવા છતાં રકમ ન ભરનારા 5 મોટા ડિફોલ્ટરોની મિલકતો ટાંચમાં લઈ હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પૈકી 3 મિલકત ધારકોએ ખાલી-બંધની અરજીના પુરાવા રજૂ કરી બાકી ટેક્સ ચૂકવી આપવાની લેખિત બાંહેધરી સાથે AMC ના નામે કોરા ચેક આપતાં તેમની હરાજી મોકૂફ રખાઈ છે, જ્યારે બાકીની 2 મિલકતોની હરાજી પૂર્ણ કરી માત્ર 1 રૂપિયાના ટોકન દરે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના હસ્તક લઈ લીધી છે. મેમનગર અને થલતેજના 5 મોટા ડિફોલ્ટરો સામે કાર્યવાહી ટેક્સ વિભાગ દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, મેમનગર સ્થિત જાણીતા R3 મોલના 2જા માળે આવેલી શોપ નંબર 1થી 11નો કુલ 38,80,580 રૂપિયા ટેક્સ બાકી હતો. આ ઉપરાંત થલતેજમાં ડ્રાઈવ-ઈન સિનેમા રોડ પર આવેલા માઈલસ્ટોન કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 1001 નો 13,94,749 રૂપિયા તેમજ અન્ય 3 ઓફિસોનો 10,64,464 રૂપિયા ટેક્સ બાકી બોલતો હતો. થલતેજના સુવિધાનગર સોસાયટીમાં યુનિટ નંબર 901 અને 902 નો 13,35,601 રૂપિયા તથા જે.બી. ટાવરમાં યુનિટ નંબર 709 નો 6,54,545 રૂપિયા પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી હતો. વારંવારની નોટિસો છતાં ટેક્સ ન ભરાતાં કમિશનરની મંજૂરીથી હરાજી શરૂ થઈ આ તમામ કરદાતાઓ સામે ટેક્સ રિકવરી માટે કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા અગાઉ ડિમાન્ડ નોટિસ તેમજ આખરી ચેતવણીની નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં બાકીદારો દ્વારા ટેક્સ ભરવામાં કોઈ રસ ન દાખવવામાં આવતાં આખરે AMC કમિશનરની ખાસ મંજૂરી મેળવીને મિલકતો પર સીલિંગ, ટાંચ અને જાહેર હરાજીની પ્રક્રિયા કાયદેસર રીતે શરૂ કરવામાં આવી હતી. 3 એકમોએ ખાલી-બંધના પુરાવા અને કોરા ચેક જમા કરાવ્યા હરાજીના દિવસે મેમનગરના R3 મોલ અને માઈલસ્ટોનની ઓફિસના માલિકોએ હાજર થઈને રજૂઆત કરી હતી કે તેમની મિલકતો લાંબા સમયથી બંધ અને બિન-વપરાશી હાલતમાં છે, જે અંગે તેમણે અગાઉ પણ નિયમાનુસાર ખાલી-બંધની અરજીઓ કરેલી હતી. પુરાવા રજૂ કરવાની સાથે માલિકોએ બાકી નીકળતી આખરી રકમ ચૂકવી દેવાની લેખિત બાંહેધરી આપી AMC ના નામના સહી કરેલા કોરા ચેક જમા કરાવતાં આ 3 મિલકતોની હરાજી પ્રક્રિયા તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી હતી. ટેક્સ ન ભરનાર 2 મિલકતો ₹1ના ટોકનથી AMCએ કબ્જે લીધી બીજી તરફ સુવિધાનગર અને જે.બી. ટાવરની બાકી રહેલી 2 મિલકતોના ધારકો તરફથી ટેક્સ ભરપાઈ કરવા અંગે કોઈ સકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવતાં તંત્રએ હરાજી પ્રક્રિયા આગળ વધારી હતી. હરાજી દરમિયાન યોગ્ય બોલી ન લાગતાં નિયમાનુસાર બંને મિલકતોને પ્રત્યેક 1 રૂપિયાના સાંકેતિક ટોકન દરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કબ્જે કરી લેવામાં આવી છે. આ કડક કાર્યવાહીથી શહેરના અન્ય મોટા પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નકલી અખાદ્ય માવા-મીઠાઈના મોટા ગોરખધંધાનો પર્દાફાશ:723 કિલો નકલી અખાદ્ય માવો અને મીઠાઈ ઝડપાઈ, રંગ ભેળવેલા ડુપ્લિકેટ માવાથી 3 વર્ષથી મીઠાઈ બનાવતો
    Next Article
    ઈદ-એ-મિલાદની રોશની જોવા નીકળેલા યુવકો પર છરી-પાઈપથી હુમલો:અંબાચોક પાસે ગાડી પર વેપરનું પડીકું નાખતા બોલાચાલી કરી, તલાવડી પાસે ઘેરી હુમલો કરતા 5 ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment