Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    83% દુકાનદારો UPI ચાર્જ ચૂકવવા તૈયાર નથી:ખર્ચ ગ્રાહકો પર નાખવામાં આવે તો 86% લોકો UPI પેમેન્ટ નહીં કરે; લોકલસર્કલ્સનો સર્વે

    6 hours ago

    83% દુકાનદારો 15 ઑક્ટોબરથી લાગુ થનારો UPI ચાર્જ ભરવા માટે તૈયાર નથી. બીજી તરફ, જો દુકાનદારો આ ખર્ચ ગ્રાહકો પર નાખે છે, તો 86% લોકો UPIથી પેમેન્ટ નહીં કરે. આવી સ્થિતિમાં કુલ લેવડદેવડમાં 10% અને પેમેન્ટની સંખ્યામાં 4%નો ઘટાડો થઈ શકે છે. લોકલસર્કલ્સે આ અંગે એક સર્વે કર્યો છે, જેમાં આ માહિતી સામે આવી છે. નવા નિયમો અનુસાર, 2,000 રૂપિયાથી વધુના UPI મર્ચન્ટ પેમેન્ટ પર 0.4% ચાર્જ (MDR) લાગશે. શું દુકાનદારો 0.4% ફી ચૂકવવા માટે તૈયાર છે? લોકલસર્કલ્સે દેશના 242 જિલ્લાઓમાં 32,000થી વધુ વેપારીઓ પર કરેલા સર્વેમાં જાણવા મળ્યું કે માત્ર 17% મર્ચન્ટ્સ જ 0.4% MDRનો બોજ ઉઠાવવા માટે તૈયાર છે. દુકાનદારોએ ચાર્જ ગ્રાહકો પર નાખ્યો, તો શું થશે? 291 જિલ્લાઓના 67,000થી વધુ UPI વપરાશકર્તાઓને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. 86% વપરાશકર્તાઓએ કહ્યું કે તેઓ ₹2,000થી વધુની ચુકવણી માટે UPI છોડીને અન્ય વિકલ્પો અપનાવશે. ₹2,000થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સનો કેટલો હિસ્સો છે? દુકાનદારોને થતા કુલ UPI પેમેન્ટમાં ₹2,000થી વધુના પેમેન્ટ સંખ્યાની દૃષ્ટિએ 5%થી પણ ઓછા છે. પરંતુ મૂલ્યની દૃષ્ટિએ આ આંકડો ઘણો મોટો બની જાય છે. કુલ રકમનો આશરે 67% હિસ્સો આ મોટા પેમેન્ટ્સમાંથી આવે છે. આ દર મહિને આશરે ₹6 લાખ કરોડ જેટલું થાય છે. આ રકમ સમગ્ર દેશમાં થતા કુલ UPI વ્યવહારોની કુલ કિંમતના લગભગ 20% જેટલી છે. એટલે કે મોટા વ્યવહારો ભલે સંખ્યામાં ઓછા હોય, પરંતુ બજારમાં ફરતા નાણાંનો મોટો હિસ્સો આ વ્યવહારોમાંથી આવે છે. મર્ચન્ટ્સ ફીનો બોજ ઘટાડવા માટે કયા રસ્તા અપનાવી શકે? કારણ કે 83% વેપારીઓ MDR ચૂકવવા તૈયાર નથી, તેથી તેઓ કાં તો આ શુલ્ક ગ્રાહકો પાસેથી ખુલ્લેઆમ સરચાર્જ તરીકે વસૂલ કરી શકે છે, તેને પ્રોડક્ટ્સ અથવા સેવાઓની કિંમતોમાં ઉમેરી શકે છે, અથવા ગ્રાહકોને કેશ/કાર્ડ જેવા અન્ય પેમેન્ટ મોડ અપનાવવા કહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    How a protest for FIR against ACP ended with an FIR against 17 protesters
    Next Article
    સોનું ₹920 ઘટીને ₹1.47 લાખ પર આવ્યું:એક કિલો ચાંદી ₹3,176 સસ્તી થઈ, સપ્ટેમ્બરમાં સોનું ₹8 હજાર અને ચાંદી ₹17 હજાર ઘટી હતી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment