Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સોનાના વેપારી સાથે 8.28 કરોડની ઠગાઈ:જ્વેલર્સની દુકાનમાં દાગીનાની બે બેગ મૂકાવી વેપારી જમવા ગયો, પરત ફરતાં બેગ ગાયબ, CCTVમાં બે શખ્સો બેગ લઈ જતા કંડારાયા

    9 hours ago

    વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સોનાના દાગીનાના વેપારના બહાને મુંબઈના એક વેપારી સાથે 8.28 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના બની છે. ડાકોરના એક જ્વેલર્સ વેપારીએ નવી દુકાન શરૂ કરી હોવાનું જણાવી સોનાના દાગીના મંગાવ્યા હતા. ત્યારબાદ વેપારી દાગીનાની બે બેગ દુકાનમાં મૂકીને વોશરૂમ જવા ગયો હતો, તે દરમિયાન દાગીના ભરેલી બેગ ગાયબ થઈ ગઈ હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મુંબઈના ઝવેરી બજારમાં આવેલી યુગન ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હિમાંશુ મહેશ જૈન ગુજરાતના વેપારીઓને સોનાના દાગીના પહોંચાડવાનું અને પેમેન્ટ વસૂલવાનું કામ કરે છે. ફરિયાદ મુજબ, ડાકોરમાં સોનાની દુકાન ચલાવતા ભાવિકકુમાર દીપેશભાઈ સોની સાથે વર્ષ 2017થી તેમનો વેપારી સંબંધ હતો. ભાવિકે વડોદરાના વાઘોડિયા રોડ પર ઝવેરનગર નજીક સાઈ ગણેશ કોમ્પ્લેક્સમાં શ્રી અંબિકા જવેલર્સ નામે નવી દુકાન શરૂ કરી હોવાનું જણાવી દશેરાના દિવસે ઉદ્ઘાટન માટે દાગીનાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. ત્યારબાદ દાગીનાનું લિસ્ટ મોકલી પ્રથમ નોરતે માલ પહોંચાડવા જણાવ્યું હતું. આથી હિમાંશુ જૈન આશરે પાંચ કિલો 500 ગ્રામથી વધુ વજનના સોનાના દાગીના, જેની કિંમત રૂ. 8,28,37,680 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, તે લઈને વડોદરા આવ્યા હતા. દુકાનમાં દાગીના બતાવતી વખતે જમવાનો સમય થતાં ભાવિક સોની અને હિમાંશુના ભાઈ નીલ જૈન જમવા જવા નીકળ્યા હતા. ભાવિકે દાગીનાની બંને બેગ પોતાની દેખરેખમાં દુકાનમાં સુરક્ષિત રાખવાની ખાતરી આપતાં હિમાંશુએ બેગ દુકાનમાં મૂકી હતી. ભાવિક દુકાનને તાળું મારી ચાવી પોતાની સાથે લઈને ભાઈ નીલ સાથે જમવા ગયો હતો. દરમિયાન હિમાંશુ વોશરૂમ જવા ગયા હતા. આશરે 12 મિનિટ બાદ પરત ફરતાં દુકાનનું તાળું ખુલ્લું હતું અને દાગીનાની બંને બેગ ગાયબ હતી. દુકાનમાં અન્ય દાગીના યથાવત્ પડ્યા હતા. ત્યારબાદ સીસીટીવી કેમેરાની તપાસ કરતાં વાદળી રંગની સુઝુકી એક્સેસ જેવી ટુ-વ્હીલર પર આવેલા બે અજાણ્યા શખ્સો દુકાનમાંથી બેગ લઈ જતા દેખાયા હતા. ભાવિક સોની પણ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો અને તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. વેપારના બહાને છેતરપિંડી થયાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે. એસીપી જી.બી.બાભણીયાયાએ જણાવ્યુ હતુ કે મુંબઈ ખાતેની સુગુણ પ્રાઇવેટ જ્વેલરી શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હિમાંશુ જૈન નામના યુવકે બાપુદ ન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે અંબિકા જ્વેલરીના માલિક ભાવિક સોનીએ તેમની પાસેથી આશરે ૫.૫ કિલો સોનું જેની કિંમત અંદાજે 8.28 કરોડ રૂપિયા થાય છે. દશેરાના દિવસે દુકાન ખોલવાના બહાને મંગાવ્યું હતું અને ત્યારબાદ તે સોનાની બે બેગ લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે આરોપી ભાવિક સોની વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ માટે 4 ટીમો બનાવી છે અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળાના મેડિકલ સ્ટોર્સ પર નશાકારક દવાઓનું ચેકિંગ:એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી
    Next Article
    દાહોદ કલેક્ટર કચેરીમાં RTI સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો:રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલના માર્ગદર્શન હેઠળ પારદર્શક કામગીરી અને કાયદાના અમલ પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment