Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણામાં બે હાઈવામાંથી 82.2 ટન બેન્ટોનાઈટ મળ્યું:દસ્તાવેજો ન મળતાં LCBએ વાહનો ડિટેઈન કર્યા, વાહનચાલકો અને માલિકના નામ સામે આવ્યા

    9 hours ago

    કચ્છના નખત્રાણા વિસ્તારમાં LCBએ બેન્ટોનાઈટ ભરેલા બે હાઈવા રોક્યા હતા. બંને વાહનોમાંથી કુલ 82.2 ટન ખનિજ મળ્યું. વહનના જરૂરી દસ્તાવેજો ન મળતાં પોલીસે વાહનો ડિટેઈન કર્યા હતા.પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે નખત્રાણા પોલીસ સ્ટેશનની હદમાં આ કાર્યવાહી કરી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા PSI જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે વિશ્વકર્મા માર્કેટથી બેરૂ નાકા તરફ બેન્ટોનાઈટ ભરેલું હાઈવા ટ્રેલર અને હાઈવા ટ્રક જઈ રહ્યાં છે. પોલીસે બંને વાહનો રોકીને તપાસ કરી હતી. વાહનચાલકો ખનિજ વહન માટેના માન્ય પુરાવા કે દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. આથી ખાણ-ખનિજ ધારા કલમ 34 હેઠળ વાહનો ડિટેઈન કરી ખાણ-ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ટાટા હાઈવા ટ્રેલર નંબર GJ-27-TG-0916માંથી આશરે 36.3 ટન બેન્ટોનાઈટ મળ્યું હતું. બીજા ટાટા હાઈવા નંબર GJ-13-AX-6316માંથી આશરે 45.9 ટન ખનિજ મળ્યું હતું.વાહનચાલકો તરીકે સુરલભીટ ગામના અનવર મામદ સમા (ઉંમર 22) અને અલી મામદ સમા (ઉંમર 26)નાં નામ સામે આવ્યાં છે. બંને વાહનોના માલિક ટોડિયા ગામના મહાવીરસિંહ ચંદુભા સોઢા હોવાનું નોંધાયું છે. આ કામગીરીમાં ASI વિકેશભાઈ રાઠવા, વિરેન્‍દ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    Logitech Gives Its 7,000 Employees A Paid Day Off Ahead Of GTA 6 Release
    Next Article
    જૂનાગઢમાં રેલિંગ વગરના પુલ પરથી એક્ટિવા ખાબક્યું:સોનરખ નદીના પુલ પર રેલિંગના અભાવે 25 ફૂટ ઊંચાઈએથી એક્ટિવા સાથે યુવાન નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત, અગાઉ પણ ચાર વખત બની દુર્ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment