Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરના વોર્ડમાં દૂષિત પાણીનું વિતરણ !:8214માંથી 6 સેમ્પલ ફેલ, મેયરે કહ્યું ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા સૂચના અપાઈ, રાજકોટ-દ્વારકા વચ્ચે 10 જૂનથી સ્પેશ્યિલ ટ્રેન દોડશે

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને વોટર વર્ક્સ વિભાગ દ્વારા લેવાયેલા પાણીના નમૂનાના રિપોર્ટમાં મોટો ભાંડો ફૂટ્યો છે. મનપાએ શહેરના તમામ 18 વોર્ડમાંથી 8214 પાણીના સેમ્પલ લીધા હતા, જેમાંથી લેબોરેટરી તપાસ દરમિયાન 6 પાણીના નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી. સરકારી લેબના રિપોર્ટ મુજબ મેયરના વોર્ડ નંબર 7,4,8 અને 6માં વિતરણ કરવામાં આવતા પાણીમાં જોખમી બેક્ટેરિયાની હાજરી જોવા મળી છે. જેના કારણે હજારો પરિવારો પર રોગચાળાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. મનપાની ડ્રેનેજ સિસ્ટમની નાકામીના કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી લીકેજ થઈને પીવાના પાણીની સપ્લાય લાઈનમાં ભળી ગયું હોવાનું બહાર આવ્યું હતું. આ અતિ ગંભીર પરિસ્થિતિને પગલે મનપાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બચાવ કામગીરી કરવામાં આવી હતી. પાણીની ફરિયાદનો નિકાલ કરવા સૂચના:મેયર દૂષિત પાણીના વિતરણ અંગે મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, જે સ્થળોએથી બેક્ટેરિયા મળી આવ્યા છે ત્યાં તાત્કાલિક જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અધિકારીઓને કારણ જાણવા આદેશ અપાયો છે. જોકે હાલ જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ટ્રાન્સફર થવામાં થોડો સમય લાગી રહ્યો છે. છતાં લોકોની પાણીની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે. અને પાણી વિતરણ તેમજ દૂષિત પાણીની સમસ્યા ઉકેલવા ત્રણેય ઝોનની બેઠક યોજી, ચોમાસા દરમિયાન આવી મુશ્કેલી સર્જાય નહીં તે માટે મ્યુનિસિપલ કમિશનર સાથે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત સાંઢિયા પુલ 14 જૂન પહેલા જ જનતા માટે ખુલ્લો મુકાશે મહાનગરપાલિકા દ્વારા જામનગર હાઇવેને જોડતાં સાંઢિયાપુલનું રૂ. 74 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ કરીને તેને ફોરલેન બનાવવામાં આવ્યો છે. રાજકોટની પ્રજાની લાંબા સમયની રાહનો અંત લાવતા આ પુલ આગામી 14 જૂન પહેલા ખુલ્લો મુકવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યકાળને 12 વર્ષ પુરા થવાના પ્રસંગે યોજાનારા વિવિધ કાર્યક્રમોની સાથે જ આ પુલના લોકાર્પણને પણ આવરી લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે. મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ સહિતના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લોકાર્પણ માટે આમંત્રણ આપ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રીએ પ્રાથમિક રીતે તા. 12 કે 13 જૂનની તારીખ આપી છે. અગાઉ પુલની મુલાકાત દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જેવી કેટલીક ક્ષતિઓ સામે આવી હતી, જેને મેયરના આદેશ બાદ હવે દુર કરીને ફિનીશીંગ કામગીરી પુર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળીયાના જણાવ્યા મુજબ લોકાર્પણની ફાઇનલ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજકોટ–દ્વારકા વચ્ચે 10 જૂનથી સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 10 જૂન, 2026થી 10 જુલાઈ, 2026 સુધી એક મહિના માટે સપ્તાહમાં 5 દિવસ ચાલશે, જેના બંને દિશામાં 22-22 ફેરા થશે. ટ્રેન નં 09533 રાજકોટ–દ્વારકા સ્પેશિયલ દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાજકોટથી રાત્રે 20.00 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 01.20 કલાકે દ્વારકા પહોંચશે. બીજીતરફ ટ્રેન નંબર 09534 દ્વારકા–રાજકોટ સ્પેશિયલ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે દ્વારકાથી વહેલી સવારે 01.50 કલાકે ઉપડી સવારે 06.25 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં કુલ 11 કોચ રહેશે, જેમાં 9 જનરલ અને 2 લગેજ વાન સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં દ્વારકેશ મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ:પરષોત્તમ માસ દરમિયાન કથાનું આયોજન, 11 જૂન સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે
    Next Article
    Kheda Crime News | ખેડાની મહીસાગર નદી કિનારે મારામારીનો વીડિયો થયો વાયરલ |Viral Video |Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment